માનવ શરીરના વાળનું અવનવું
ચો પગાં પ્રાણીઓના શરીર પર રૂંવાટી અને વાળ હોય છે. પરંતુ મનુષ્યના વાળની રચના વિશિષ્ટ છે. વાળ મુખ્યત્વે ચામડીના રક્ષણ માટે હોય છે. માણસના માથામાં રહેલા મગજને વધુ રક્ષણ આપવા માથા પર ભરચક વાળ હોય છે. ઉપરાંત વાળ એ માણસને સુંદર દેખાવ અને વ્યકિતત્વ આપે છે. વાળ વિશે બીજી વાતો પણ જાણવા જેવી છે.
- માણસનાં શરીર પર સૌથી વધુ ઝડપથી વધતુ દ્રવ્ય વાળ છે. એક દિવસમાં લગભગ ત્રણથી પાંચ મિમિ વધે છે.
- વાળ ખૂબ જ મજબૂત હોય છે એક વાળ ઉપર ૧૦૦ ગ્રામ વજન લટકાવી શકાય.
- વાળ ગરમીના અવાહક છે તેથી ગરમી અને ઠંડી સામે રક્ષણ આપે છે.
- વાળને ત્રણ પડ હોય છે. બહારનું કયુરિકલ, ત્યાર બાદ કોર્ટેકસ અને છેલ્લે મેડયુલા.
- વાળ કેરોટીન નામના સખત પ્રોટિનના બને છે.
- વાળ મૃતકોષોના બનેલા છે.
- વાળ સખત હોવા છતાં સ્થિતિસ્થાપક છે. ભીના વાળ ખેંચવાથી ૩૦ ટકા જેટલા લાંબા થઈ શકે.
- વાળની કેમિસ્ટ્રિ અજાયબી છે. તેમાં ૫૦ ટકા કાર્બન, ૨૧ ટકા ઓક્સિજન, ૧૭ ટકા નાઈટ્રોજન, છ ટકા હાઈડ્રોજન અને
- પાંચ ટકા સલ્ફર હોય છે.