મારું ગામ .
આજુ બાજુ રણ નથી ને નામ એનું ડ-રણ,
ઘર છોડીને નીકળું ત્યારે રુકે મારા ચરણ.
આંબલી પીપળી રમતાં
રમતાં ઝાડ ઉપર ચડતા,
કદીક છલાંગ મારીને ભફ... દઇને પડતા.
સંતાકૂકડી રમવાની બહુ બહુ મજા પડતી !
માથે કાળી રાત હોય કે ઠંડી હોય કકળતી !
દોસ્તો સાથે ધીંગામસ્તી કરતા વારંવાર રે,
થાક્યા પાક્યા ઊંઘીએ ત્યારે વહેલું પડે સવાર રે !
નાના હતા ત્યારે દેતું મૂંગી રીતે સાથ રે,
મોટા થઇને છોડું ત્યારે ખેંચે મારો હાથ રે !
- રામુ ડરણકર