મોન્ટુના કાકડા .

- જતિન ભટ્ટ 'નિજ'
- 'કાકડા ફૂલવાનું મુખ્ય કારણ ચેપ છે, બેટા. જેમ કે બેક્ટેરિયા અથવા વાયરસનો ચેપ, ઠંડી-ગરમીની અસર, બરફ, ઠંડું પાણી અથવા આઈસ્ક્રીમ વધુ ખાવો... એનાં લક્ષણોમાં ગળામાં દુખાવો, ખોરાક ગળવામાં તકલીફ, તાવ આવવો, અવાજ બદલાઈ જવો અને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે.'
- 'પપ્પા... મમ્મી... પપ્પા... મમ્મી...' એકદમ ફાટેલો અવાજ બહારથી આવ્યો.
તરુણભાઈ અને તારીકાબેન ડ્રોઈંગરૂમમાં બેઠાં હતાં. એમને જરાય ખબર ન પડી કે આ અવાજ કોનો છે! એ ફાટેલો અવાજ ધીમે ધીમે નજીક આવ્યો. બારણું ખખડયું. તરુણભાઈએ બારણું ખોલ્યું. તરુણભાઈ બોલ્યા, 'અરે! આ તો આપણો મોન્ટુ છે. શું થયું બેટા તારા અવાજને? એકદમ જ ફાટી ગયો? મોન્ટુમાંથી સીધો જ અમિતાભ બચ્ચન?'
મોન્ટુ ફાટેલા અવાજે બોલ્યો, 'પપ્પા, મજાક ના કરો, અવાજ બેસી ગયો છે ને ગળામાં દુખે પણ છે. ઉપાય કરો.'
પપ્પા મમ્મીને કહે, 'અવાજ ફાટી ગયો હોય તો સોય-દોરાથી સાંધી દે... હા હા હા હા...'
'શું તમેય, બિચારાની મસ્તી કરો છો? અહીં આવ બેટા, શું થયું છે તે કહે.'
'મમ્મી, સવારે રમવા ગયો ત્યારથી ગળામાં દુખતું હતું. અત્યારે વધી ગયું છે.'
'કેમ દુખ્યું એ ખબર પડી બેટા?'
'ના મમ્મી.'
'હમણાં હમણાં રોજ જ બરફનો ગોળો કોણ ખાય છે?'
'હું મમ્મી.'
'બસ તો બેટા, આ બરફના ગોળાએ જ તારા ગળામાં કાકડા ફૂલાવ્યા છે.'
'કાકડા! એ શું મમ્મી?'
'જો બેટા, હું તને સમજાવું એના કરતાં આપણે એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને તારું ગળું બતાવી દઈએ અને સાથે સાથે કાકડા વિશે સમજી પણ લઈએ. પછી તું તારા મિત્રોને પણ સમજાવજે કે રોજ રોજ બરફ ન ખવાય. બરાબર?'
મોન્ટુ, તારીકાબેન અને તરુણભાઈ નાક, કાન અને ગળાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે ગયાં. ડૉક્ટરે મોન્ટુનું ગળું તપાસ્યું અને દવાઓ આપી. તેઓ મોન્ટુની કાકડા વિશે જાણવાની જિજ્ઞાસા જોઈ ખુશ થયા. તેમણે સમજાવ્યું, 'મોન્ટુ, કાકડા એટલે ગળાના પાછળના ભાગમાં બંને બાજુ આવેલા નાના ગાંઠ જેવાં અંગો. એ શરીરના રક્ષણતંત્રનો ભાગ છે અને જીવાણુઓ સામે લડવામાં મદદ કરે છે.'
'ડૉક્ટર આન્ટી, મમ્મી કહે છે મારા કાકડા ફૂલી ગયા છે, તો કાકડા કેમ ફૂલે છે?'
'કાકડા ફૂલવાનું મુખ્ય કારણ ચેપ છે, બેટા. જેમ કે બેક્ટેરિયા અથવા વાયરસનો ચેપ, ઠંડી-ગરમીની અસર, બરફ, ઠંડું પાણી અથવા આઈસ્ક્રીમ વધુ ખાવો... એનાં લક્ષણોમાં ગળામાં દુખાવો, ખોરાક ગળવામાં તકલીફ, તાવ આવવો, અવાજ બદલાઈ જવો અને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે.'
'ડૉક્ટર આન્ટી, એ ઘરમેળે મટી જાય એવો કોઈ ઉપાય છે? આ દવાઓ તો કડવી બહુ લાગે!'
'છે ને બેટા. એના ઘરગથ્થુ ઉપચારમાં ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા, ગરમ પાણી કે સૂપ પીવો, ઠંડી વસ્તુઓ ટાળવી અને આરામ કરવો... ઓકે મોન્ટુ? ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે અતિશય ઠંડી વસ્તુ જેવી કે બરફ કે ઠંડું પાણી ગળા નીચે ઉતારવું જોઈએ નહીં.'
'ડૉક્ટર આન્ટી, આ તો બહુ સરસ વાત જાણવા મળી. હું મારા બધા જ મિત્રોને આ વાત જણાવીશ અને કહીશ કે રોજ બરફ કે કોલ્ડ્રિંક્સ જેવી વસ્તુઓ ખાવી-પીવી નહીં. અને મમ્મી, ડૉક્ટર આન્ટીની એક વાત સાંભળી તેં?'
'શું બેટા?'
'ડૉક્ટર આન્ટીએ ગરમાગરમ સૂપ પીવાનું પણ કહ્યું છે, તો પછી હો જાયે ટોમેટો સૂપ!'
'ચોક્કસ બેટા.'
'મોન્ટુ, તારે લીધે મને પણ સૂપ પીવા મળશે... દે તાળી!' તરુણભાઈ બોલ્યા.
મોન્ટુએ પપ્પાને હસતાં હસતાં
તાળી આપી.હ









