- એક વાર્તા... બે ભાષામાં!
Reya Harsh Joshi
- જિજ્ઞાસા અને હિંમત સાથે તમે કંઈક અદભુત શોધી શકો છો. તેથી મોટા સપના જુઓ, પ્રશ્નો પૂછો... અને શીખવાનું ક્યારેય બંધ કરશો નહીં!
મે રી ક્યુરીનો જન્મ ઘણા સમય પહેલા પોલેન્ડમાં, વર્ષ ૧૮૬૭ માં થયો હતો. તેમનું સાચું નામ મારિયા સ્ક્લોડોવસ્કા હતું. તેઓ એક હોશિયાર અને પ્રેમાળ પરિવારના પાંચ બાળકોમાં સૌથી નાનાં હતાં. મેરીને નાનપણથી જ પુસ્તકો વાંચવા અને કોયડા ઉકેલવા ગમતા હતા. તેમના પિતા એક શિક્ષક હતા અને તેમણે તેમનું ઘર વિજ્ઞાનના સાધનોથી ભરી દીધું હતું. મેરીને તે સાધનો જોવા અને બધું કેવી રીતે કામ કરે છે તેના વિશે પ્રશ્નો પૂછવાનું બહુ પસંદ હતું.
પરંતુ એમનું જીવન હંમેશા સરળ નહોતું. જ્યારે મેરી માત્ર ૧૦ વર્ષના હતાં, ત્યારે તેમની માતાનું અવસાન થયું. તેમના પરિવાર પાસે બહુ પૈસા નહોતા. છતાં, મેરી શીખવા માટે મક્કમ હતા. તે સમયે પોલેન્ડમાં,છોકરીઓને કોલેજમાં જવાની મંજૂરી નહોતી. પરંતુ મેરીએ હિંમત હારી નહીં. તેમણે એક ફ્લાઈંગ યુનિવસટીમાં છૂપી રીતે અભ્યાસ કર્યો. તે જે એક ગુપત શાળા હતી જ્યાં ીઓ ભણી શકતી હતી.
તેમણે સખત મહેનત કરી, પૈસા બચાવ્યા અને અંતે તેઓ પેરિસ, ફ્રાન્સ ગયા, જ્યાં તેઓ સાચી યુનિવસટીમાં જઈ શકતા હતા. ત્યાંથી એક પ્રખ્યાત વૈજ્ઞાનિક તરીકેની તેમની સફર ખરેખર શરૂ થઈ!
એક દિવસ, મેરી 'પિચબ્લેન્ડ' નામના કેટલાક વિચિત્ર, ચમકતા પથ્થરોનો અભ્યાસ કરી રહ્યા હતા. બાકીના બધાને લાગતું હતું કે તે માત્ર સામાન્ય જૂના પથ્થરો છે, પરંતુ મેરીને લાગ્યું કે તેઓ કંઈક 'ખાસ' છુપાવી રહ્યા છે. તેમણે પથ્થરોને ગરમ કરવામાં, રસાયણો મિશ્ર કરવામાં અને ઉર્જાના નાનામાં નાના કણોને માપવામાં કલાકોના કલાકો વિતાવ્યાં. તે સખત મહેનત હતી, પરંતુ તેમણે હાર માની નહીં.
તેમના હાથ ડાઘાવાળા થઈ ગયા હતા, અને તેમનાં કપડામાંથી રસાયણોની ગંધ આવતી હતી, પણ તેઓ ઉત્સાહિત હતા. અંતે, મેરીએ બે નવા તત્વો શોધ્યા - પોલોનિયમ (તેમના વતન દેશ પોલેન્ડ પરથી નામ આપવામાં આવ્યું) અને રેડિયમ, જે અંધારામાં ચમકતું હતું! લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મેરીએ રેડિયોએક્ટિવિટી (કિરણોત્સર્જન) શોધી કાઢી હતી - એક પ્રકારની અદ્રશ્ય ઉર્જા જે કેટલાક ખાસ અણુઓમાંથી આવે છે. તેણે વૈજ્ઞાનિકોને અણુઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી અને કેન્સરની સારવારની નવી રીતો તરફ દોરી ગઈ.
મેરી ક્યુરી નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા બન્યા, અને પછી તેમણે બીજો પુરસ્કાર જીત્યો! તેમણે વિશ્વને બતાવ્યું કે જિજ્ઞાસુ, સાવધ અને બહાદૂર હોવથી અદભુત શોધો થઈ શકે છે. તેથી જ્યારે પણ તમે ચમકતી ઘડિયાળ જુઓ અથવા એક્સ-રે વિશે સાંભળો, ત્યારે મેરીને યાદ કરજો - એ વૈજ્ઞાનિક જેમણે અંધારામાં ચમક જોઈ અને સત્ય સુધી પહોંચવા તેનો પીછો કર્યો. અને આમ, મોટાં સપનાં જોતી નાની મેરી એ ી બની જેણે વિજ્ઞાનથી દુનિયાને રોશન કરી. તેમણે બતાવ્યું કે તમે ગમે ત્યાંથી શરૂઆત કરો, જિજ્ઞાસા અને હિંમત સાથે, તમે કંઈક અદભુત શોધી શકો છો. તેથી મોટા સપના જુઓ, પ્રશ્નો પૂછો અને શીખવાનું ક્યારેય બંધ કરશો નહીં!
Marie Curie and the Glowing Rocks
M arie Curie was born a long time ago in Poland, in the year 1867. Her
real name was Maria Sklodowska. She was the youngest of five
children in a smart and caring family.
From the time she was little, Marie loved to read books and solve
puzzles. Her father was a teacher and filled their house with science
tools. Marie liked to look at the equipment and ask questions about
how everything worked.
But life wasn't always easy. When Marie was just 10 years old, her
mother passed away, and her family didn't have much money. Still,
Marie was determined to learn.
In Poland at that time, girls weren't allowed to go to college. But Marie
didn't give up. She studied secretly at a "Flying University," a hidden
school where women could learn.
She worked hard, saved money, and finally moved to Paris, France,
where she could go to a real university. That's where her journey as a
famous scientist really began!
One day, Marie was studying some strange, glowing rocks called
pitchblende. Everyone else thought they were just regular old rocks.
But Marie had a feeling they were hiding something "special".
She spent hours and hours heating the rocks, mixing chemicals, and
measuring the tiniest bits of energy. It was hard work, but she didn't
give up. Her hands were stained, and her clothes smelled like chemicals,
but she was excited.
Finally, Marie discovered two new elements-polonium (named after
her home country, Poland) and radium, which glowed in the dark!
People were amazed. Marie had discovered radioactivity-a kind of
invisible energy that comes from some special atoms. It helped
scientists understand atoms better and even led to new ways to treat cancer.
Marie Curie became the first woman to win a Nobel Prize, and then
she won a second one! She showed the world that being curious,
careful, and brave could lead to amazing discoveries.
So whenever you see a glowing watch or hear about X-rays, remember
Marie-the scientist who saw the glow in the dark and followed it to
the truth.
And so, little Marie with big dreams became the woman who lit up
the world with science.
She showed that no matter where you start, with curiosity and
courage, you can discover something amazing. So dream big, ask questions-and never stop learning!


