Get The App

ભેડાઘાટના નર્મદાના આરસના કોતર

Updated: Jun 18th, 2021

GS TEAM


Google News
Google News
ભેડાઘાટના નર્મદાના આરસના કોતર 1 - image


ન ર્મદા ભારતની મોટી નદીઓમાંની એક છે.  પર્વતોમાં વહેતી નર્મદાના પાણીના ઘસારાથી ઊંડા કોતરો બન્યા છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં આવેલા આ કોતરો અદ્ભુત છે તેમાં ય મધ્યપ્રદેશમાં ભેડાઘાટ ખાતે આવેલા આરસના કોતરો તો જોવા જેવા છે. 

જબલપુર જિલ્લામાં આવેલા ભેડાઘાટ ખાતે આરસના કોતરો ધુંઆધાર ધોધ અને ચોસઠ જોગણીનું મંદિર જોવાલાયક છે. ૧૦મી સદીમાં બંધાયેલા આ મંદિરમાં ૬૪ જોગણીના પથ્થરની મૂર્તિઓ છે. ધુંઆધાર ધોધમાં ધુમાડા નીકળતા હોય તેવા દૃશ્ય સર્જાય છે. ચાંદની રાતે આરસના સફેદ ઊંડા કોતરો વચ્ચે નર્મદામાં નૌકાવિહાર એક લ્હાવો છે. ઘણી ફિલ્મોમાં ભેડાઘાટના સુંદર દૃશ્યો જોવા મળે છે. નવાઈની વાત એ છે કે ભેડાઘાટમાં વહેતી નર્મદાનો પ્રવાહ એક સ્થળે એટલો સાંકડો થઈ જાય છે કે બંને તરફના કોતર ઉપર વાનરો કૂદીને આવજા કરી શકે છે. આ સ્થાનને 'બંદર કૂદની' કહે છે.

ભેડાઘાટના કોતરો મેગ્નેશિયમના બનેલા છે કોતરકામ કરવા માટે નરમ અને સરળ છે. કેટલાક આસામાની રંગના આરસના કોતર છે.

Tags :