સમ્રાટ અશોકે બંધાવેલું બિહારનું મહાબોધિ મંદિર
ભા રતમાં પ્રાચીન કાળમાં બંધાયેલા મંદિરો આજે પણ યાત્રાધામ તરીકે પ્રસિધ્ધ છે. બિહારમાં ગયામાં આવેલું મહાબોધિ મંદિર પણ ભગવાન બુધ્ધનું બે હજાર વર્ષ પહેલા બંધાયેલું છે. ભગવાન બુધ્ધને આ સ્થળે આવેલા બોધિવૃક્ષ હેઠળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ સમ્રાટ અશોકે આ સ્થળે ભવ્ય મંદિર બંધાવેલું. બૌધ્ધો માટે આ યાત્રાનું ધામ છે.
આ મંદિર ઇંટો વડે બંધાયેલું સૌથી પ્રાચીન મંદિર ગણાય છે. મંદિરનો મુખ્ય ટાવર ૫૫ મીટર ઊંચો છે. ૧૯ મી સદીમાં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
મુખ્ય મંદિરની ફરતે ચારે ખૂણે નાના શિખરોવાળા મંદિરો છે. ગુપ્તવંશમાં બંધાયેલા આ મંદિર ફરતી દીવાલો ઉપર હિન્દુ દેવ દેવીઓ, હાથી, સૂર્ય તેમજ અન્ય ધર્મ પ્રતીકો કોતરેલા છે.