Get The App

માનવ શરીરનું જાણવા જેવુ .

Updated: Apr 7th, 2023

GS TEAM

Google News
Google News
માનવ શરીરનું જાણવા જેવુ                             . 1 - image

- માણસ ખોરાક વિના ઘણા દિવસ જીવી શકે પણ ઉંઘ વિના 10 દિવસ પણ જીવી શકે નહીં.

* માણસના લોહીમાં રહેલા રક્તકણો ૨૦ સેકંડમાં આખા શરીરમાં ફરી વળે છે.

* માનવ શરીરની સૌથી વધુ શક્તિ મગજ વાપરે છે.

* માનવ શરીરના લોહીમાંના રક્તકણો ૧૨૦ દિવસનું આયુષ્ય ભોગવી નાશ પામે છે અને તેની જગ્યાએ નવા રક્તકણો ઉમેરાયા કરે છે.

* માણસનું નાનું આંતરડું ખરેખર લાંબુ છે તે મોટા આંતરડા કરતાં વધુ ૨૨ ફૂટની લંબાઈ ધરાવે છે.

* માણસ ખોરાક વિના ઘણા દિવસ જીવી શકે પણ ઉંઘ વિના ૧૦ દિવસ પણ જીવી શકે નહીં.

* માણસના હાથના અંગુઠાનો ઉપયોગ વિશિષ્ટ છે અને તે માટે મગજમાં આખું એક અલગ તંત્ર હોય છે.

* મનુષ્ય શરીરમાં હાડકાંના કુલ ૨૩૦ સાંધા હોય છે.

* માણસ બોલવા માટે ગળા અને ચહેરાના લગભગ ૭૨ સ્નાયુઓનો ઉપયોગ કરે છે.

* કદની દૃષ્ટિએ માણસની જીભ સૌથી મજબૂત સ્નાયુ છે અને તેમાં ઈજા થાય તો આપમેળે સાજી થઈ જાય છે.