Get The App

અંધશ્રધ્ધા છોડીએ .

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
અંધશ્રધ્ધા છોડીએ                                                     . 1 - image

આપણે રસ્તામાં જતાં હોઇએ અને બિલાડી આડી ઉતરે તો આપણું હૃદય ધડકવા લાગે છે. કેટલીક જગ્યાએ વિધવા સ્ત્રીઓ અપરાધીની જેમ મોઢું છુપાવીને ફરે છે, કારણકે એમનો પતિ ગુજરી ગયો છે અને એનાથી કોઈ શુભકાર્ય ન થાય. લગ્ન વખતે છોકરો છોકરી યોગ્ય છે. બંનેના પરિવાર પણ રાજી છે. પરંતુ જન્મપત્રિકા મળી નહીં અને બધો આધાર નષ્ટ થઈ ગયો. નવી જગ્યા લેવી હોય, નવુ કામ શરૂ કરવું હોય, પ્રવાસ પર જવું હોય તો દરેક વખતે મુહૂર્ત જોવાનો રિવાજ વગર આપણું કામ શરૂ થતું નથી.

આ ઉપરાંત ભૂતપલીત, દોરા-ધાગા, નજર લગાવી, છૂત- અછૂત, બલિપ્રથા, શુકન- અપશુકન, જાદૂ-ટોના વગેરે કુરિવાજો, અંધશ્રધ્ધા આપણા દેશમાં સાંભળવામાં આવે છે, એટલાં સંસારના બીજા કોઈ દેશમાં સાંભળવામાં આવતું નથી. નવી વહુ ઘરમાં આવી અને સંજોગવશ ઘરમાં કોઈ નુકશાન થયું તો બધો જ દોષ નવી વહુનો.

સાચું તો એ છે કે આપણે પોતાનાં જીવનનાં પરિસ્થિતિનાં, ભાગ્યનાં નિર્માતા પોતે જ છીએ દરેક દિવસ ઇશ્વરનો બનાવેલ છે. એટલાં માટે દરેક દિવસ એકબીજાથી વધીને સુંદર અને પવિત્ર છે. સુખ-દુ:ખ એ કર્મના ફળ છે. કર્મના આધારે આ સૃષ્ટિ છે. કર્મયોગનું તાત્પર્ય એ છે કે બીજાને સુખ દેવું અને બદલામાં કંઈ પણ ન ચાહવું.

- જે શુભ વસ્તુઓને પામીને ખીલી ઉઠતો નથી અને અશુભને પામીને ક્રોધ કે શોક કરતો નથી અર્થાત્ સુખ-દુ:ખ વગેરે તમામમાં સમભાવ રાખે છે, તે જ જ્ઞાનવાન કહેવાય છે.

- ડોક્ટરનું કહેવું છે કે રાત્રે ભોજન કર્યા પછી ઓછામાં ઓછું વીસ મિનિટ ચાલવું જોઈએ, એનાથી ખોરાક જલદી પચી જાય છે અને આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. દરરોજ ચાલવાની ટેવ રાખવાથી ઊંઘ સારી આવે છે. નિયમિત ચાલતા રહેવાથી લોહીના દબાણમાં સુધારો થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આપણું શરીર રોગનો ભોગ બનતું નથી.

- આજે આપણા પરિવારો વેરવિખેર થઈ ગયા છે. તેનું માત્ર એક કારણ એ છે એ આપણા પ્રેમનો પ્રવાહ સુકાઈ ગયો છે. આજે પરિવારો તૂટી રહ્યા છે તેનું કારણએ છે કે પરિવારમાં સ્નેહ તથા પ્રેમની ભાવના ખંડિત થઈ ગઈ છે. પરંતુ સાચો પ્રેમ મેળવવાનો હોતો નથી માત્ર આપવામાં આવે છે, વહેંચવામાં આવે છે. પ્રેમ આપવાથી અને વહેંચવાથી વધે છે.

- તુલસીના છોડ લાભથી અને મહત્ત્વથી દરેક હિન્દૂ પરિચિત છે. કોઈ સમયમાં દરેક ઘરમાં ઓછામાં ઓછા એક તુલસીના છોડનું કુંડુ અવશ્ય રહેતું હતું. અને વગર એને જળ દીધા લોકો અન્નગ્રહણ નહોતા કરતાં.

- ભગવાનને પામવા માટે તપસ્યા, શ્રદ્ધા અને પ્રેમ આવશ્યક છે.

- જે કોઈનો કર્જદાર નથી, પ્રતિદિન કંઈક બચત કરે છે. તથા ન ક્યારેય ખોટું બોલે છે તે નિશ્ચિત સુખી જીવન જીવે છે.

- પ્રયત્ન કરતા રહેવાથી સફળતા મળે જ છે.

- જ્યાં સદ્ગુણ રહે છે, ભગવાન ત્યાં જ નિવાસ કરે છે.

- The Road to Good is the Roughest And Steepest In the Universe.

- જેને જીવનની મોટી ખુશી સમજવામાં આવે છે, જેમ કે નવી કાર ખરીદવી સારી નોકરી મેળવવી પગાર વધવો વગેરે એક તો એ જીવનમાં બહુ ઓછી આવે છે. જ્યારે જીવનમાં આવતી નાની નાની ખુશીઓ જ જીવનનો આધાર હોય છે અને જીવનમાં દરરોજ ભારે પ્રમાણમાં આવે છે. પરંતુ આપણે આપણા નકારાત્મક દૃષ્ટિકોણને કારણે તેને જોઈ શકતા નથી અને નથી પૂરતું મહત્વ આપતા.

- દરરોજ ગાયત્રીમંત્રના જપ અને દર રવિવારે પોતાના ઘરે યજ્ઞા અવશ્ય કરવો જોઈએ.

- જયેન્દ્ર ગોકાણી