લોકપ્રિય ફૂલ ગુલાબ વિશે આ પણ જાણો
- ગુલાબ એ વિશ્વનું સૌથી લોકપ્રિય ફૂલ છે. ગુલાબની વિશ્વભરમાં ૧૫૦૦૦ જેટલી જાત છે.
- ગુલાબ વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ સફરજન, બદામ અને ચેરીની જાતનો છોડ છે.
- પૃથ્વી પર લાખો વર્ષ પહેલાં ગુલાબ ઊગતા હતા. અમેરિકાના કોલોરાડોમાં ગુલાબનું ૩૦ લાખ વર્ષ જૂનું અશ્મિ મળી આવેલું.
- રોમમાં પ્રાચીન કાળથી મહેમાનોનું સ્વાગત ગુલાબની પાંખડી વરસાવીને કરવાનો રિવાજ છે.
- પ્રાચીન કાળથી ગુલાબજળથી સ્નાન કરવાની પરંપરા છે. ગુલાબજળ ઔષધીય પણ છે.
- વિશ્વનો સૌથી જૂનો ગુલાબનો છોડ જર્મનીના હીલ્ડેશીપ કેથેડ્રલમાં આજે પણ હયાત છે તે ઇ.સ. ૮૧૫માં ઉગ્યો હતો. ૧૯૪૫માં બોમ્બમારામાં કેથેડ્રલ પડી ભાંગેલુ પણ ગુલાબનો છોડ કાટમાળ નીચેથી ફરી ઊગેલો.
- વિશ્વનો સૌથી મોટો ગુલાબનો બગીચો ઇટાલીમાં છે. કેવરીગ્લીયામાં આવેલા આ બગીચામાં ૭૫૦૦ જાતના ગુલાબ થાય છે.
- ગુલાબના ફૂલ લાલ, ગુલાબી, પીળા અને સફેદ હોય છે. નિષ્ણાતોએ કાળા રંગના ગુલાબ પણ વિકસાવ્યા છે.