મોસમ વિશે આ પણ જાણો .

By GS Team
16 Aug 20191 min read
This article was originally published on 16 Aug 2019
મોસમ વિશે આ પણ જાણો              .



હવામાન માટે મોસમ શબ્દ આરબ વહાણવટીઓએ પ્રચલિત કરેલો. અંગ્રેજીમાં પણ મોનસૂન કહેવાય છે. આજથી ૫૦૦ વર્ષ પહેલાં એક આરબ વિજ્ઞાાની હિન્દી મહાસાગરના કેટલાક ટાપુઓ પર ચોમાસુ ક્યારે ક્યારે બેસે તેનું  વિગતવાર પુસ્તક લખેલું.

પવનની દિશા માટે ઘર ઉપર લગાડાતા વેધર વેન પર કૂકડો કેમ હોય છે તે જાણો છો ? ઇશુ ખ્રિસ્તના વફાદાર શિષ્ય પીટરે દગો કર્યો ત્યારે કૂકડાએ ત્રણ વખત બાંગ પોકારી ચેતવણી આપી હતી. આમ કૂકડો ચેતવણીનું પ્રતીક બન્યો અને પવનની દિશા બતાવતી ફરકડી પર કૂકડો બેસાડવાની પ્રથા પડી.

વરસાદ માપવા માટેનું સાધન બે હજાર વર્ષ પહેલાં ભારતમાં શોધાયેલું. તે ૧૮ ઇંચ વ્યાસવાળું બાઉલના આકારનું હતું. આજે વરસાદ માપવા માટે ૨૦ ઇંચ ઊંડાઈનો ૮ ઇંચ વ્યાસનો નળાકાર વપરાય છે.

દક્ષિણ અમેરિકાના પેરૂના દરિયામાં કેટલાક સમયાંતરે ગરમ પ્રવાહો નીકળે છે. તે વખતે પેરૂના રણમાં પણ વસવાટ થાય છે. આ અસરને અલ નિનો કહે છે. ડિસેમ્બરના આખરમાં સર્જાતી આ અસરને અલ નિનો એટલે ખ્રિસ્તીનું બાળક એવું નામ અપાયું છે.