આળસ ખંખેરી .
- પીના પટેલ 'પિન્કી'
- 'બેટા, ફૂદકી છેને, એ કામ હોય ત્યારે જ ટેબલેટ લે. કામ પુરું થાય એટલે તરત મુકી દે. પછી તે પકડ દાવ કે ગિલ્લી દંડો, સંતાકુકડી, થપ્પો જેવી અવનવી રમતો રમે છે. એટલે તેનું તન અને મન બંને સ્વસ્થ રહે છે.
તમે આવતીકાલે એક દિવસ માટે આ બધી શારીરિક રમતો રમવાનો પ્રયત્ન કરજો. પછી મને કહેજો કે કેવું લાગે છે? પછી તમે નિર્ણય કરજો.'
વેકેશન પડી ગયું હતું બધા બાળકો મોજમાં હતાં. સુંદરવનમાં રહેતી કુકુ કોયલ અને કંચન કાગડી ભારે આળસુ. ઘરમાંથી બહાર નીકળે જ નહીં. આખો દિવસ ટેબલેટ પર રમ્યાં કરે. તેમની મમ્મીઓ એમનાથી કંટાળી ગઈ હતી. તેથી બન્નેને ચકીમાસીના ઘરે રહેવા મોકલી આપવામાં આવ્યાં.
ચકીમાસી તો રાજીના રેડ થઈ ગયાં. તેમની નાની દીકરી ફૂદકી તો આમ તેમ ઠેકડા મારતી બોલી, 'મા, અમને તો રમવાની મજા પડશે!'
ફુદકીએ કુકુ કોયલ અને કંચન કાગડીને રમવા માટે આમંત્રણ આપ્યું,પણ એ બંને તો ટેબલેટ લઈને બેસી ગયાં.
ચકીબેને જોયું કે કુકુ અને કંચન ગેમ રમવામાં મશગુલ છે. ફુદકી તેમની પાસે ગઈ તો તેને પણ દૂર ભગાડી દીધી. ચકીમાસી ફુદકીને લઈને બહાર આંગણામાં આવ્યાં. પછી મોતિયા કુતરો, માંજરી બિલાડી અને મધી મરઘીને બોલાવીને એક નવી રમત શીખવાડી. ફુદકી તો ડાન્સ કરતી કરતી ઘરમાં આવીને બોલી, 'એય કુકુ-કંચન... બહાર રમવા ચાલો.'
'ના હોં! અમને તો આ ટેબલેટમાં રમવાની મજા પડી છે. અમારે બહાર નથી રમવું.'
ફુદકી તો ંકશું બોલ્યા વગર બહાર જતી રહી. તે બીજા મિત્રો સાથે ખૂબ રમી. પછી રાતે જમીને સુઈ ગઈ. પેલા બંનેની આંખો ટેબલેટમાં રમીરમીને દુખી ગયેલી. વળી, રાતે ઊંઘ પણ ન આવે એટલે તે પડખાં ઘસ્યા કરે.
ચકી માસીએ લાઈટ ચાલુ કરીને જોયું તો કંચન બેઠી બેઠી રડતી હતી. ચકીમાસી બોલ્યાં, 'કંચન, શું થયું બેટા?'
'માસી, મને ઊંઘ નથી આવતી, પેટમાં દુખે છે અને આંખો ખેંચાય છે.'
'માસી મને પણ એવું જ થાય છે,' કુકુ બોલી.
'જુઓ બેટા, તમે તમારી ભૂલના લીધે હેરાન થાઓ છો. હમણાં તમારી મમ્મીઓનો ફોન હતો.તેપણ કહેતાં હતાં કે વેકેશન પડયું છે ત્યારથી તમે બંને મોબાઈલ કે ટેબલેટ લઈને આખો દિવસ રમ્યા કરો છો. એટલે તમારું શરીર પણ વધી ગયું છે અને તમારો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે. બેટા, ફૂદકી છેને, એ કામ હોય ત્યારે જ ટેબલેટ લે. કામ પુરું થાય એટલે તરત મુકી દે. પછી તે પકડ દાવ કે ગિલ્લી દંડો, સંતાકુકડી, થપ્પો જેવી અવનવી રમતો રમે છે. એટલે તેનું તન અને મન બંને સ્વસ્થ રહે છે. તમે આવતીકાલે એકદિવસ માટે આ બધી શારીરિક રમતો રમવાનો પ્રયત્ન કરજો. પછી મને કહેજો કે કેવું લાગે છે? પછી તમે નિર્ણય કરજો.'
બીજા દિવસે સવારે કુકુ અને કંચન ઉઠીને ફુદકીની સાથે યોગ અને કસરત કર્યાં. તેમનું મન પ્રફુલ્લિત બની ગયું.ત્યાર પછી સ્નાન અને ચા - નાસ્તો કરીને થોડીક વાર વાતો કરી. એટલામાં તેમના મિત્રો રમતો રમવા આવી ગયા.
બહાર ખુલ્લામાં રમીને પાછાં આવ્યાં પછી બપોરે જમી લીધું. ત્યાર પછી ચકીમાસીએ એમને બાળવાર્તાનાં પુસ્તકો આપ્યાં.તેમને વાંચવાની મજા પડી. આરામ કરીને સાંજના સમયે ફરીથી રમવા બહાર જતાં રહ્યાં. સાંજ પડી ત્યાં સુધીમાં તો તેઓ એટલા થાકી ગયેલા કે રાતે તરત જ ઊંઘ આવી ગઈ.
પછીના દિવસે ઉઠયાં ત્યારે પછી કુકુ અને કંચને નક્કી કર્યું કે હવે આપણે દરરોજ સવારે યોગ-કસરત કરીશું અને નવી, શારીરિક રમતો જ રમીશું. એમણે પોતાનો નિર્ણય ચકીમાસીને જણાવ્યો. ચકીમાસી ખુશ ખુશ થઈ ગયાં અને ફુદકીએ તો આનંદમાં આવીને ત્રણ-ચાર કૂદકા મારી લીધાં. ય