વિશ્વનો સૌથી મોટો દરવાજો : બુલંદ દરવાજા
ઉ ત્તર પ્રદેશના ફતેપુર સિક્રીમાં આવેલો બુલંદ દરવાજો વિશ્વનો સૌથી ઊંચો દરવાજો છે. ઈ.સ. ૧૬૦૧માં લાલ ઈંટો વડે બંધાયેલો આ દરવાજો ભારતના પ્રાચીન મોગલ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.
બુલંદ દરવાજો ૫૩.૬૩ મીટર ઊંચો છે. દરવાજાને ૧૩ ગુંબજ છે અને ૪૨ પગથિયાં ચઢીને દરવાજામાં પ્રવેશી શકાય છે. દરવાજાની દીવાલો પર સફેદ અને કાળા આરસનું સુંદર નકશીકામ છે. દરવાજાની દીવાલ પર કુરાન અને બાઈબલના સૂત્રો કોતરાયેલા છે. દરવાજો જામા મસ્જિદનું પ્રવેશદ્વાર છે. તેને બાંધતા ૧૨ વર્ષ લાગેલા. દરવાજો ષટકોણ આકારનું સંકુલ છે અને બંને તરફ ગેલેરી છે તે ૧૫ માળનું સ્થાપત્ય છે. આગ્રાથી લગભગ ૫૦ કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.