સૌથી મોટું હરણ: આફ્રિકન બોંગો
વનસ્પતિ આહારી જંગલી પ્રાણીઓમાં નિર્દોષ અને સુંદર પ્રાણી હરણ મુખ્ય છે. હરણની સો જેટલી જાત હોય છે. મૃગ, કાળિયાર, ચિંકારા, સાબર વગેરે ભારતીય હરણ જાણીતા છે. વિવિધ દેશોમાં અનેક જાતા હરણ જોવા મળે તેમાં આફ્રિકાનું બોંગો સૌથી મોટી હરણની જાતના છે અને વિશિષ્ટ પ્રાણી છે. વળ ચડેલા ત્રણ ફૂટ લાંબા શિંગડા તેની વિશેષતા છે.
આફ્રિકાના ઘાસના મેદાનોમાં બોંગો જોવા મળે બોંગો એકથી દોઢ મીટર ઊંચા અને બેથી ત્રણ મીટર લાંબા હોય છે. તે ઘાસના મેદાનો અને ઝાડીઓમાં છૂપાઈને રહે છે. તેની રૂવાંટી કેસરી રંગની હોય છે અને શરીર પર ૧૦ થી ૧૫ સફેદ પટ્ટા હોય છે. તેને કારણે જંગલમાં તે આસાનીથી છુપાઈ શકે છે. બોંગોના કાન અને જીભ વધુ લાંબા હોય છે. બોંગો કદાવર હોવાથી વધુ ખોરાક લે છે. તેના પેટમાં પાચન માટે ચાર હોજરી હોય છે.
બોંગો ટોળામાં રહે છે. તે શરમાળ અને બીકણ પ્રાણી છે. જરાક પણ ભય દેખાય તો ઝડપથી કૂદકો મારી દોડવા માંડે છે.