Get The App

એશિયા ખંડ વિશે આ જાણો

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
એશિયા ખંડ વિશે આ જાણો 1 - image

- એશિયા પૃથ્વી પરનો સૌથી મોટો, સૌથી વધુ વસતિ ધરાવતો ખંડ છે તે પૃથ્વીના જમીન વિસ્તારનો ૩૦ ટકા ભાગ રોકે છે.

- જંગલી વાઘ માત્ર એશિયામાં જ જોવા મળે છે, આફ્રિકામાં પણ નહિ.

- પાલતુ બિલાડીની જાત એશિયામાં ઇ.સ.પૂર્વે ૮૦૦માં પેદા થઈ હતી.

- એશિયા ખંડમાં ૪૮ દેશો છે જેમાં  સૌથી નાનો દેશ માલદિવ્સ છે.

- વિશ્વના સૌથી વધુ વસતિ ધરાવતા મોટા ૧૦ શહેરોમાંથી ૭ શહેર એશિયામાં છે.

- વિશ્વનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ અને સૌથી નીચું સ્થળ ડેડ સી એશિયામાં છે.

- વિશ્વનાં સૌથી ઊંચા ૧૦ બિલ્ડિંગમાંથી ૯ એશિયામાં છે.

- વિશ્વમાં પ્રથમ ખેતી અને વેપાર એશિયામાં શરૂ થયેલા.

- વિશ્વનું સૌથી મોટું મંદિર અંગકરોવાટ એશિયામાં છે.