Get The App

ડાઘ અને મેલ દૂર કરતાં સાબુ વિશે આ જાણો છો ?

Updated: Jun 20th, 2020

GS TEAM

Google News
Google News
ડાઘ અને મેલ દૂર કરતાં સાબુ વિશે આ જાણો છો ? 1 - image


ન્હા વા અને કપડાં ધોવા માટેનો સાબુ રોજીંદા વપરાશની સામાન્ય ચીજ છે. આપણા જીવનમાં અત્યંત ઉપયોગી એવા સાબુનો ઇતિહાસ પણ રસપ્રદ છે. આજે જાતજાતના સુગંધી અને રંગીન સાબુ મળે છે પરંતુ તમામ સાબુ બનાવવાની પ્રક્રિયા સરખી જ હોય છે. ચરબી અને તેલ કોઈ પણ આલ્કલાઈન દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે તેને સોપોનીફિકેશન કે સાબુકરણ કહે છે. સાબુમાં હાઈડ્રોલિક દ્રવ્ય 

પાણીમાં ઓગળે છે. આ દ્રવ્ય તૈલી અને ચીકણા પદાર્થોને પણ ઓગાળીને ડાઘ દૂર કરે છે.

સાબુની ઉત્પત્તિ વિશે એક દંતકથા જાણવા જેવી છે. પ્રાચીન રોમમાં માઉન્ટ સેપો નામના પર્વત પર એક દેવળ હતું. આ દેવળમાં લાકડાની ચિતા પર પશુઓનો બલિ અપાતો. આખી ટેકરી પર લાકડાની રાખ અને પશુઓની ચરબી જમા થતાં. વરસાદ પડે ત્યારે આ મિશ્રણ પાણી સાથે વહીને તળેટીમાં આવતું. આ પાણીમાં ડાઘ દૂર કરવાનો ગુણ હતો અને લોકો તેમાં કપડાં ધોતાં.

ઇ.સ. પૂર્વે ૨૮૦માં પ્રાચીન બેબીલોનમાં લોકો વનસ્પતિ તેલ અને ક્ષારોને ભેળવીને સાબુ બનાવતાં તેમ ઇતિહાસકારો કહે છે. આપણે વાપરીએ છીએ તેવો સાબુ છઠ્ઠી સદીમાં ઇટાલી અને સ્પેનમાં બનતો. ઇરાકમાં પણ વનસ્પતિ ભેળવીને સુગંધી સાબુ બનતો.

ભારતમાં અરીઠા અને શિકાકાઈ જેવી વનસ્પતિના ફળો સાબુ તરીકે 

વપરાતાં. આધુનિક સ્વરૂપનો સાબુ ૧૬મી સદીમાં યુરોપમાં બનવા લાગ્યો હતો.

ઇ.સ. ૧૭૮૯માં એન્ડ્રયુ પિયર્સ નામના વિજ્ઞાાનીએ પારદર્શક સાબુ બનાવવાની પદ્ધતિ વિકસાવી. તે જમાનામાં સાબુ ગૃહઉદ્યોગની જેમ ઘેર ઘેર બનતાં. સાબુ એ રોજીંદા વપરાશની લોકપ્રિય ચીજ હતી. એક જમાનામાં મેગેઝીનોમાં સૌથી વધુ જાહેરખબર સાબુની આવતી. આજે સાબુ એક આંતરરાષ્ટ્રીય ઉત્પાદન બની ગયો છે.

Tags :