ભૂકંપ વિશે આ જાણો છો?
1. પૃથ્વી પર સૌથી પ્રચંડ ભૂકંપ ઇ.સ. 1960માં ચિલીમાં થયો હતો. તેની તીવ્રતા 9.5 ની હતી.
2. પૃથ્વી પર વર્ષે વિવિધ સ્થળોએ લાખો ભૂકંપ થાય છે. લગભગ એક લાખ ભૂકંપ અનુભવાય છે અને 100 જેટલા ભુકંપ નુકસાન કરે છે.
3. ઇ.સ. 1900ના વર્ષ પથી પૃથ્વી પર 18 મોટા ભૂકંપ દર વર્ષે નોંધાયા છે.
4. ઇ.સ.1811 ના ડિસેમ્બરમાં આવેલા ભૂકંપથી મિસિસિપી નદીનો પ્રવાહ પલટાઈ ગયો હતો.
5. ચીનમાં ઇ.સ.132માં સિસ્મોગ્રાફની શોધ થઈ હતી તેમાં ભૂકંપ આવે ત્યારે તાંબાના ઘડામાંથી તાંબાનો ગોળો ડ્રેગનના મુખમાંથી પસાર થી દેડકાના મુખમાં
પડી જતો.
6. પૃથ્વી પર સૌથી વધુ ભૂકંપ જાપાનમાં થાય છે. દર વર્ષે લગભગ 1500.
7. ભૂકંપથી સૌથી વધુ જાનહાની ઇ.સ. 1556માં ચીનમાં થઈ હતી જેમાં 8 લાખ કરતાં વધુ લોકોના મોત થયા હતા.
8. હવાઈ ટાપુ પર 1868માં આવેલ પ્રચંડ ભૂકંપના આફટર શોક હજી પણ અનુભવાય છે.
9. ભૂકંપને કોઈ ચોક્કસ ઋતુ હોતી નથી, તે ગમે ત્યારે થાય છે.
10. ભૂકંપને બે કેન્દ્ર હોય છે. જમીનના ભૂતળમાં કે જ્યાંથી કંપન શરૂ થાય તે હાઈપોસેન્ટર અને તે કેન્દ્રની બરાબર ઉપરની પૃથ્વીની સપાટી પરનું સ્થળ એટલે એપીસેન્ટર
11. હિમાલય પર્વતમાળા ભૂકંપને કારણે બની હતી.