Get The App

મધમાખી વિશે આ જાણો છો? .

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
મધમાખી વિશે આ જાણો છો?                             . 1 - image

- મધમાખી એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ કરી લાખો ફૂલો ઉપર જાય ત્યારે માંડ ૫૦૦ ગ્રામ મધ એકઠું થઈ શકે છે.

- મધમાખીની પાંખ એક સેકન્ડમાં ૧૧૦૦૦ વખત ફફડે છે. અને કલાકના લગભગ ૨૨ કિલોમીટરની ઝડપે ઊડે છે.

- મધમાખીને છ પગ અને ચાર પાંખો હોય છે.

- પૃથ્વી પર મધમાખી એક કરોડ વર્ષ પહેલાથી અસ્તિત્વ ધરાવે છે.

- મધમાખી એક ટ્રીપમાં લગભગ ૧૦૦ ફૂલ ઉપરથી મધ લઈને મધપૂડામાં મૂકવા આવે છે.

- મધમાખી નૃત્ય દ્રારા સંકેત કરીને બીજી મધમાખીને ફૂલોની દિશા બતાવે છે.

માદા મજૂર મધમાખી હોય છે તે દરરોજ ૨૫૦૦ ઇંડા મૂકવા સિવાય કંઈ કામ કરતી નથી.

મધમાખીના ડંખ થોડા ઝેરી હોય છે. મધ તેમજ આ ઝેરનો સારવારમાં ઉપયોગ થાય છે. તેને  એપીથેરાપી કહે છે.