Get The App

મોસમ વિશે આ પણ જાણવા જેવું

Updated: Feb 14th, 2020

GS TEAM

Google News
Google News
મોસમ વિશે આ પણ જાણવા જેવું 1 - image

 
હવામાન, મોન્સૂન કે મોસમના વર્તારાનો ઈતિહાસ બહુ જૂનો છે. હવામાન માનવજીવન પર ઊંડી અસર કરે છે અને તેના આધારે જ પૃથ્વી પરના લોકોની જીવનશૈલીમાં પણ વિવિધતા આવી છે. હવામાનના વર્તારા ખાસ કરીને દરિયો ખેડતા વહાણવટી માટે ઉપયોગી જ નહીં પણ જીવનરક્ષક પણ છે. પ્રાચીન કાળના લોકોમાં વાતાવરણનું નિરીક્ષણ કરી હવામાન અંગે આગાહી કરવાની 

પરંપરા હતી. 500 વર્ષ પહેલા એક આરબ વિજ્ઞાનીએ હિન્દ મહાસાગરના ટાપુઓ પર ચોમાસુ ક્યારે ક્યારે બેસે તેનું પુસ્તક લખેલું. મોસમ શબ્દ આરબ વહાણવટીઓએ પ્રચલિત કરેલો. તે મોટે ભાગે વરસાદને અનુલક્ષીને વપરાતો. 

ઈસુ ખ્રિસ્તના વફાદાર શિષ્ય પીટરે દગો કર્યો ત્યારે કૂકડાએ ત્રણ વખત બાંગ પોકારી ચેતવણી આપેલી. આ પૌરાણિક વાત જાણીતી છે અને તેથી જ ઘરો ઉપર લગાડાતાં વેધર વેનમાં વચ્ચે કૂકડાનું પ્રતીક લગાડવાની પરંપરા થઈ. પવનની દિશા દર્શાવતી ચકરડી જેવા આ સાધન ઉપર કૂકડો તમે જોયો હશે.

વરસાદ માપવા માટેનું સાધન બે હજાર વર્ષ પહેલાં ભારતમાં શોધાયેલા તે 18 ઈંચ વ્યાસના બાઉલ જેવું હતું. આજે 20 ઈંચ ઊંચાઈ અને આઠ ઈંચ વ્યાસનો નળાકાર વપરાય છે.

ડિસેમ્બરના આખરમાં હવામાન પર અસર કરનારું પરિબળ 'અલનિનો જાણીતું છે. તેનો અર્થ થાય છે ખ્રિસ્તનું બાળક.

Tags :