Magazines

રાજા કે રાણી ?

By GS TEAM
12 Jun 20262 mins read
રાજા કે રાણી ?

- 'મમ્મી, તું તો કહે છે કે કેરી ફળોનો રાજા છે, પણ આ લારીવાળા કાકા તો કેરીને મજાની, મીઠી, રસથી ભરેલી, પાકી, મીઠી કેરી લો... એવું કહીને બૂમો પાડે છે!'

- ધારા મિતેશ પટેલ

આપણી માતૃભાષા ગુજરાતી આપણને ખૂબ વહાલી છે. આપણી ગુજરાતી ભાષામાં  ી, પુરુષ અને નપુંસક જાતિ માટે અલગ અલગ ઉચ્ચારણ હોય છે. જેમકે તું આવી? તું કેવો છે? આ રમકડું સુંદર છે. જેમાં 'તું આવી?' વાક્યમાં ખ્યાલ આવે કે આ વાક્યમાં કોઈ ી, દીકરી અથવા ી જાતિ માટે વાત કરવામાં આવી છે. 'તું કેવો છે?' વાક્ય સાંભળતાં જ  કોઈ છોકરો કે પુરુષ માટે વાક્ય સંબોધી ને કહેવાતું હોય એવો  વિચાર આવે, જ્યારે 'આ રમકડું સુંદર છે' વાક્ય સાંભળીને લાગે કે  રમકડું ી કે પુરુષ જાતિનું નહીં, પરંતુ નપુંસકલિંગ છે. 

નાનાં નાનાં ભૂલકાઓ જ્યારે પોતાની માતૃભાષા સાંભળીને શીખે છે ત્યારે સર્જાતી રમુજ વિશે એક વાત કરવી છે. એક સરસ રમુજ એક ચાર વર્ષની બાળકી એ કરી હતી.

ઉનાળાના ગરમીના દિવસો આવે અને મનમાં કેરી, તરબૂચ, બરફ ગોળો, આઈસ્ક્રીમ, લીંબુનું ઠંડુ શરબત વગેરે અઢળક ખાવાની ચીજોના વિચારોથી મોંમાં પાણી આવી જાય. 

આ ચાર વર્ષની નાની ભૂલકીને એની માએ કહ્યું, 'દીકરી, કેરી ઉનાળામાં ખાવાની ખૂબ મજા આવે. એ તો ફળોનો રાજા છે. અલગ અલગ રાજ્યોમાં પણ અલગ અલગ જાતની કેરી થાય છે. જેવી કે બદામ, હાફૂસ, લંગડો તોતા, સુંદરી, રાજાપુરી, કેસર, પાયરી, દશેરી વગેરે.' 

ત્યાં તો ઘરની બહાર એણે એક બૂમ સાંભળી- 'કેરી લો... કેરી... સરસ મજાની મીઠી કેરી... રસથી ભરેલી... પાકી અને મીઠી કેસર કેરી...'

ત્યાં તો એ દીકરી એ તરત જ માને પ્રશ્ન પૂછયો, 'મમ્મી, તું તો કહે છે કે કેરી ફળોનો રાજા છે, પણ આ લારીવાળા કાકા તો કેરીને મજાની, મીઠી, રસથી ભરેલી, પાકી, મીઠી કેરી લો. આવી બધી બૂમો પાડે છે! તો પછી કેરી રાજા કેવી રીતે કહેવાય? કેરીને તો રાણી કહેવી પડે.' 

મા પણ વિચારમાં પડી ગઈ. કહે, 'તારી વાત તો તારી સાચી છે. કેરીને રાજા ગણવી કે રાણી?'

દોસ્તો, તમે શું કહો છો?