લીલુ ઊંટે બનાવી ખિચડી
- ભોજન માટે કે બીજી કોઈ બાબતમાં મોડું થાય કે કશું ગરબડ ગોટાળા થાય તો મગજ નહીં ગુમાવવાનું. ગુસ્સો નહીં કરવાનો. મગજ ઠંડુ રાખવાનું અનેમીઠું મીઠું જ બોલવાનું!
દિગ્ગજ શાહ
એક હતાં ઊંટ ભાઇ. એમનું નામ લીલુ. લીલુ ઊંટ ભાઇ ખૂબજ મીઠું મીઠું બોલે.
મીઠું મીઠું સ્માઇલ કરે.
મીઠીમીઠીજલેબી બધાંને ખવડાવે અને પોતે પણ ખાય. મોજ ભાઇ મોજ..!
લીલુ ઊંટને એક જ ખરાબ ટેવ. જો એને ટાઇમ પર ખાવા ના મળે તો એ કડવો કડવો થઇ જાય...!
પછી લીલુ ઊંટભાઇ શરમાય! મનમાં ને મનમાં બોલે: અરેરે...! મેં કેવો ખરાબ વહેવાર કર્યો! આ મને ના જ શોભે..! પણ હું શું કરું?મને ભૂખ સહન નથી થતી. મને ભાવતી વાનગીઓ ભરપેટ ટાઇમ પર મળવી જ જોઈએ ને..! જો મોડું થાય તો પછી હું મારું મગજ ગુમાવીદઉં છું...અને મારી સામે જે હોય એની સાથે ખરાબ ભાષામાં વહેવાર કરું છું!
લીલુ ઊંટની પત્ની લીલી ઊંટણી કહે: આ તો હું છું, જે તમને સહન કરું છું. મારી જગ્યાએ બીજીકોઈ હોતને તો તમને તો ધોઈ જ નાખ્યા હોત...!
લીલુ ઊંટ શરમાઇને કહે: વ્હાલી લીલી! હા, બરાબર છે. મારી ભૂલ છે! પણ હું શું કરું? ટાઇમ પર ખાવા ના મળે તો પાંચ મિનિટ માટે હું મારું મગજ ગુમાવી દઉં છું...અનેમગજ ફાટફાટ ગરમથઇ જાય છે. સોરી ડિયર!
લીલી ઊંટણી કહે: અરે! ભૂખ સહન ના થાય, ટાઇમ પર ભોજન ના મળ્યું કોઈ દિવસ તો જાતે જ બધી વ્યવસ્થા કરી લેતા શીખોને! રેડીમેડ ભોજનની કે બીજાઓની આશા શું કામ રાખવાની?
લીલુ ઊંટ કહે: ડિયર લીલી! ભાષણ ના આપ! જલ્દી જલ્દી બટાટાવડા બનાવ... અને મને ચટણી સાથે ખવડાવ, પ્લીઝ..! મારા પેટમાંથી ભૂખનો ચૂં-ચૂં અવાજ આવી રહ્યો છે... પ્લીઝ!
લીલી ઊંટણી કહે: પણ મારા પેટમાં ગરબડ છે...મારા પેટમાંથી ગડ ગડ અવાજ આવે છે, એટલે મારે તો ખિચડી જ ખાવી પડશે. બટાટા વડા કેન્સલ! તમારે પણ ખિચડી જ ખાવી પડશે!
લીલુ ઊંટ રડવા જેવો થઇ ગયો. કહે: અરેરે..! આ ખિચડી મનેભાવતી જ નથી... ને મારે ખિચડી જ ખાવી પડશે!
લીલી ઊંટણી કહે: હા..અને ન ખાવી હોય તો કશું જ ખાવા નહીં મળે. બહારનું ખાશો તો ઘરમાં આવવા નહીં દઉં...ખબર પડી?
લીલુ ઊંટ કહે: હા હા,.ખબર પડી ગઇ! મારું કશું જ નહીં ચાલે! આમ પણ પતિનું ઘરમાં ચાલતું જ નથી!
લીલી ઊંટણી સ્માઇલ આપતાં કહે: સારું હવે. ટાઇમ ના બગાડો. કિચનમાં જાઓ અનેખિચડી જલ્દી બનાવો. મનેભૂખ લાગી છે!
લીલુ ઊંટ કહે: ઓત્તારી! ખિચડી મારે બનાવવાની છે? અરે બાપરે! મારા પેટમાંથી કેવો ચૂં ચૂં અવાજ આવી રહ્યો છે. મારાથી ઊભા પણ રહેવાતું નથી એટલી ભૂખલાગી છે!
લીલી ઊંટણી કહે: હા... એ તો થોડું સહન કરતાં શીખો! ખિચડી બનાવતાં કેટલી વાર લાગે? ફટાફટ બની જાય એ તો! જાઓ જલ્દી બનાવો..!'
લીલુ ઊંટ કહે: હા... હવેતમેમનેઓર્ડર કર્યો છે તોમારેખિચડી બનાવવી જ પડશે. આપ કા ઓર્ડર સર આંખો પે ડિયર વાઇફજી!
બચારો લીલુ ઊંટ કિચનમાં ગયો. ફટાફટ ખિચડી બનાવી. ફટાફટ પિરસી.ફટાફટ બંનેએ ભરપેટ ખાધી.
ખિચડીખાધાં પછી બંનેનાં મગજ ઠંડાં ઠંડાં થઇ ગયાં...બંનેના પેટમાંથી ગડ ગડ..ચો-ચો... ચૂં- ચંૂ અવાજ બંધ થઇ ગયા.
બંનેના ચહેરા ઉપર મીઠું મીઠું સ્માઇલ હતું. બંને એકબીજાને મીઠીમીઠી નજરથી જોઇ રહ્યાં હતાં.
લીલુ ઊંટ શરમાતાં શરમાતાં કહે: હા... મને હવે ખબર પડી ગઇ છે કે ભોજન માટે કે બીજી કોઈ બાબતમાં મોડું થાય કે કશું ગરબડ ગોટાળા થાય તો મગજ નહીં ગુમાવવાનું. ગુસ્સો નહીં કરવાનો. મગજ ઠંડુ રાખવાનું અને મીઠું મીઠું જ બોલવાનું!
લીલી ઊંટણી સ્માઇલ કરતાં કહે: હા... અબ તુમ સમજ ગયે. અપુન ખુશ હૈ આપ સે. કલ આપકો નાશ્તે મેં બટાટા વડા બનાકે અપને હાથોં સે ખિલાઉંગી.... ચટની કે સાથ... ઓકે?
લીલુ ઊંટ સ્માઇલ આપીનેકહે: થેંક્યુ, ડિયર વાઇફજી...!
...ને બંને ખડખડાટ હસી પડયાં!