Magazines

ગ્રહોનો રાજા ગુરુ .

By GS TEAM
29 May 20262 mins read
ગ્રહોનો રાજા ગુરુ                                          .

સૂર્યના આઠ ગ્રહોમાં ગુરુ સૌથી મોટો તો છે જ પણ અનેક વિશિષ્ટતા ધરાવે છે અને સર્વોચ્ચ સ્થાને છે. ગ્રીક કથામાં જ્યુપિટર કે જૂનો એ દેવોનો ગ્રહ ગણાય છે. સંસ્કૃતમાં ગુરુને બૃહસ્પતિ કે દેવગુરુ કહેવાય છે. તે જ્ઞાાનનો સાગર છે અને બધા ગ્રહો તેના શિષ્યો છે. નેપ્ચ્યુન અને પ્લુટો તેના ભાઈઓ છે અને ત્રણે ભાઈઓનું આકાશ, સમુદ્ર અને ધરતી પર આધિપત્ય છે. પ્રાચીન કથાઓમાં સર્વોચ્ચ એવા આ ગ્રહનો વિજ્ઞાાનીઓએ ઊંડો અભ્યાસ કરીને ઘણી જાણકારી મેળવી છે. ગુરુ પૃથ્વી કરતા ૧૨ ગણો મોટો ગેસનો ગોળો છે. તે સૂર્યથી દૂર હોવાથી સૂર્યની ૧૨મા ભાગની ઊર્જા મળે છે. તેનું દળ એક ચોરસ સેન્ટીમીટે ૧.૩૩ ગ્રામ છે એટલે કે તે હળવો છે છતાં ગુરુત્વાકર્ષણ બળ વધુ છે.ગુરુ હાઇડ્રોજન અને હિલિયમનો ગોળો છે તેના કેન્દ્રમાં ધાતુનો જથ્થો હોવાનું મનાય છે. ગુરુ  પોતાની ધરી પર ઘણી ઝડપથી ફરે છે. તે આપણા ૧૦ કલાકમાં એક ચક્ર પૂરું કરે છે. ઝડપથી ફરતો હોવાથી તેનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે અને  પૃથ્વી કરતા ૧૪ ગણું છે.ઇ.સ. ૧૬૬૫માં કાસીની નામના વિજ્ઞાાનીએ ગુરુની સપાટી પર ૪૦,૦૦૦ કિલોમીટર પહોળું લાલ ધાબું શોધી કાઢેલ તેને ગ્રેટ રેડ સ્પોટ કહે છે.ગુરુને ૬૨ ચંદ્ર છે તેનો ગનીમેડ ચંદ્ર સૂર્યમાળાનો સૌથી મોટો ચંદ્ર છે. ગુરુનો વ્યાસ ૧૩૮૦૬૨ કિલોમીટરનો છે. તેને સૂર્યની એક પ્રદક્ષિણા કરતા આપણાં ૧૨ વર્ષ લાગે છે.