Get The App

જંપી કાંગારું અને સંતોષી ગધેડો .

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
જંપી કાંગારું અને સંતોષી ગધેડો                              . 1 - image

- એક વાર્તા... બે ભાષામાં!

- Chandrakant Pathik 

એ ક સમયની વાત છે. એક હરિયાળું ખેતર હતું. ત્યાં ધીરુ નામનો સંતોષી ગધેડો રહેતો હતો. તે ખૂબ શાંત, કામમાં લાગણીશીલ અને ધીમી ગતિનો લાગતો હતો.  ક્યારેય ભાગંભાગની વાત કરતો જ નહિ.  એનો મુદ્રાલેખ આવો હતો -  જ્યાં જઈશું ત્યાં પહોંચીશું... ધીમી ગતિથી ચાલીએ પણ યોગ્ય રીતે ચાલીએ. એક દિવસ જંગલમાં એક નવો મહેમાન આવ્યો. એનું મૂળ વતન તો ઓસ્ટ્રેલિયા હતું. નામ એનું જંપી કાંગારું! એને જંપ કરવાનું-કૂદકા મારવાનું ગમે. એને તો ઊંચા ઊંચા ઉછાળા મારવાનું અને ફૂટબોલ જેવી મોજ કરવાનું ગમે. જંગલનાં બધાં પશુ-પક્ષીઓ આ વગર વિઝાએ આવી પહોંચેલા જંપી કાંગારુંને જોઇને આશ્ચર્યમાં પડી ગયાં.

જંપી કાંગારુંએ ધીરુ ગધેડાને કહ્યું - 'તારી તો ચાલ જ જુદી લાગે છે. તારી ચાલ જોઇને મને તો પેલું પુરાણું ગીત યાદ આવી ગયું - તેરી ચાલ હૈ નાગન જૈસી! તારા કરતાં તો પથ્થર ઝડપથી આગળ વધી શકે!'

ધીરુ ગધેડાએ ધીમા અવાજે જવાબ આપ્યો - 

'જેનામાં વધુ પડતી અધીરાઈ ના હોય અને જેને વધુ પડતા મહત્ત્વાકાંક્ષી બનવાની જરૂર ના હોય એણે મારા જેવા-ધીરુ ગધેડા જેવું બનવું પડે. ધીમી ગતિ અને સ્થિર ગતિ સારી છે.  રઘવાટભર્યું અને ભાગંભાગ કરવાનું જીવન શા કામનું?'

જંપી કાંગારુને ધીરુની વાત મગજમાં ઊતરી નહિ. એણે તો સામે પડકાર ફેંક્યો -

'ચાલ હરિફાઈ કરીએ! મારી સાથે પર્વતની ટોચ સુધી ચાલ, જોઈલે કે કોણ પહેલાં પહોંચે છે?'

ધીરુ થોડીવાર શાંત રહયો, અને પછી માની ગયો.

જંપી તો ફૂટબોલની જેમ ઉછાળા મારતો આગળ વધવા લાગ્યો. એ તો વારંવાર ઊંચા જંપ લગાવતો હતો. વચ્ચે થાકી પણ જાય, ક્યારેક પગ પણ લપસી પડે, હાંફી પણ જવાય અને પરસેવો પણ છૂટી જાય. એની સામે ધીરુ ગધેડો ધીમે ધીમે ચાલે, એક પગ પછી બીજો પગ મૂકે અને એકસૂત્રતામાં આગળ વધે, જાણે સૈન્યમાં ભરતી થવાનો હોય. પર્વતોના પથ્થરો વચ્ચે પણ એની સહનશીલતા દાદ માગી લે એવી હતી.

વાત એમ બની કે અડધા રસ્તે જંપી ખૂબ થાકી ગયો. એને રસ્તામાં પાણી પણ ના મળ્યું. દોડવાની ધૂનમાં ને ધૂનમાં તે રસ્તો પણ ભૂલી ગયો, અને આડા અવળા માર્ગે ફંટાઈ ગયો. એવા સમયે ધીરુ તેની પાસે આવી પહોંચ્યો.

જંપીએ પોતાની હાર સ્વીકારી લીધી, અને હાંફતાં હાંફતાં કહ્યું -  'હું હાર્યો, પણ તું કેવી રીતે જીતી ગયો?'

ધીરુએ શાંતિથી જવાબ આપ્યો - 'હું હજુ જીતી ગયો નથી, બસ આગળ અને આગળ જઈ રહયો છું અને આનંદથી આ ગીત પણ ગાઈ રહયો છું - આગે બઢ હે જવાન, પીછે ન રુકના કભી! મને એ ખબર છે કે મારી મર્યાદાઓ ક્યાં છે, અને મારી દિશા બરોબર છે કે નહિ?'

જંપીએ પણ ધીરે રહીને પોતાની લાગણી વ્યક્ત કરી - 'મને ફલાંગો ભરવાની અને ઊંચા કૂદકા મારવાની ટેવ તો જન્મજાત છે - એ તો મારા ઘડતરમાં છે, પણ વધારે પડતી હોંશમાં અને તાલાવેલીમાં હું દિશા ભૂલી ગયો અને રસ્તો પણ ભૂલી ગયો.'

આ વાર્તાની હાઈલાઈટ છે, ધીરુ ગધેડો!

નબળી ગણાતી જાતમાં જન્મેલો હોવા છતાં, ધીરુએ સતત ધીરજ, પ્રયત્ન અને આત્મસંયમ દ્વારા પોતાની દોડ ચાલુ રાખી અને લક્ષ્યાંક પણ જાળવી રાખ્યું.  તે સ્થિર મનોબળથી અને ઈશ્વર પરના વિશ્વાસથી આગળ વધતો જ ગયો...વધતો જ ગયો.

બોધપાઠ તો આ છે-

 સંતોષ અને સ્થિરતા સફળ જીવનનાં સૌથી ઉત્તમ 

લક્ષણો છે.

 ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. ધીરજનાં ફળ મીઠાં.

Jumpy Kangaroo and the Contented Donkey

O nce upon a time: There was a lush green field; a contented donkey named Dhiru lived there. He seemed very calm, emotional about his work, and slow-paced. He never talked about rushing around. His motto was this: "Wherever we go, we will reach... let us walk at a slow pace, but let us walk the right way."

One day, a new guest arrived in the forest. His original homeland was Australia; his name was Jumpy Kangaroo! He loved to jump and leap; he loved to take high bounces and enjoy himself like a football. All the animals and birds of the forest were astonished to see Jumpy Kangaroo, who had arrived without a visa.

Jumpy Kangaroo said to Dhiru the donkey, "Your gait seems quite different. Looking at your walk, I am reminded of that old song: 'Your walk is like a female serpent!' Even a stone could move forward faster than you!"

Dhiru the donkey replied in a low voice, "One who does not need to be lifted up too high and does not need to become overly ambitious must become like me-like Dhiru the donkey. A slow pace and a steady pace are good. What is the use of a life full of panic and rushing?"

Jumpy Kangaroo did not understand Dhiru's point; he threw down a challenge. "Come, let's compete! Walk with me to the top of the mountain and see who reaches first?"

Dhiru remained quiet for a while and then agreed.

Jumpy started moving forward, bouncing like a football. He would repeatedly take high jumps. In between, he would get tired, sometimes his feet would slip, he would gasp for breath, and he would break into a sweat. In contrast, Dhiru the donkey walked slowly, placing one foot after the other, moving forward with a consistency as if he were to be recruited as a soldier. Even among the stones of the mountains, his endurance was worth praising.

It so happened that halfway through, Jumpy became very tired; he couldn't find water on the way; in his obsession with running, he even lost his way and strayed onto a crooked path. At that time, Dhiru reached him.

Jumpy accepted his defeat and said while panting, "I lost... but... how did you win?"

Dhiru replied calmly, "I haven't won yet, I am just going further and further; and I am happily singing this song: 'Move forward, O youth, never stop behind!' I know where my limitations are and whether my direction is right or not."

Jumpy also slowly expressed his feelings: "The habit of taking long strides and high jumps is innate to me-it is in my making-but in excessive excitement and eagerness, I lost my direction and also lost my way."

The highlight of this story is Dhiru the Donkey! 

Despite being born into a species considered weak, Dhiru continued his race and maintained his goal through constant patience, effort, and self-control. He did not win merely through a positive method, but by moving forward and forward with a steady mind and faith in God.

The lessons are these:

Contentment and stability are the best traits of a successful life.

Haste makes waste; the patient are profound. The fruits of patience are sweet.