જાન્યુઆરીથી ડિસેમ્બર .
જાન્યુઆરીથી ડિસેમ્બર
જાન્યુઆરીમાં પતંગ ચગે,
ફેબુ્રઆરીમાં પાન ખરે.
માર્ચ માસે ફૂલ ખીલે,
તાપ તડકો ફૂલ ઝીલે!
એપ્રિલ કહેતાં એપ્રિલફૂલ,
નાના મોટા કરતા ભૂલ.
મે મહિને તો લૂ વાય,
હીલ સ્ટેશને ફરવા જાય.
જૂન મહિને બાફ વધે,
ગરમીનું સામ્રાજ્ય બધે!
જુલાઈ લાવે મેહ તાણી,
છોકરાં ખાય ગોળ ધાણી.
ઓગસ્ટે આઝાદી મળી,
ઘર ઘરમાં ખીલી કળી!
સપ્ટેમ્બર તો શિક્ષકદિન,
શિક્ષક બને ન કદી દીન.
ઓક્ટોબરે તો દિવાળી,
સૌ કોઈ ખાયે સુંવાળી
નવેમ્બરે ટાઢ શરૂ થાય,
ડિસેમ્બર છેલ્લો કહેવાય.
- રામુ પટેલ ડરણકર