Get The App

ઉત્તર દિશાના ધ્રુવની જેમ દક્ષિણ દિશામાં કોઈ સ્થિર તારો હોય ખરો?

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તર દિશાના ધ્રુવની જેમ દક્ષિણ દિશામાં કોઈ સ્થિર તારો હોય ખરો? 1 - image

પૃથ્વી ધરી ઉપર ફરે છે અને સાથે સાથે સૂર્યની પ્રદક્ષિણા પણ કરે છે. એટલે અવકાશમાં રહેલ ગ્રહો અને તારાઓના સ્થાન બદલાતા દેખાય છે. 

પરંતુ ઉત્તરદિશામાં પૃથ્વીની ધરીની બરાબર સમાંતર રેખા ઉપર આવેલી ધ્રુવનો તારો હમેશા એક જ સ્થળે સ્થિર દેખાય છે. તેને અચળ તારો કહે છે. અંગ્રેજીમાં તેને પોલારિસ કહે છે. તે પૃથ્વીની નજીક હોવાથી નરી આંખે દેખાય છે. પ્રાચીન કાળમાં ખલાસીઓ અને પ્રવાસીઓ આ તારાને આધાર રાખી દિશા નક્કી કરતાં. તેને ગાઈડિંગ સ્ટાર પણ કહે છે. દક્ષિણ દિશામાં પૃથ્વીની ધરીની સીધમાં એક પણ તેજસ્વી તારો નથી. સિગ્મા ઓકટોન્ટોલ નામનો તારો ઝાંખો દેખાય છે. તેને સાઉથ સ્ટાર પણ કહે છે. આપણે તેને ત્રિશંકુ તારો કહીએ છીએ.