Get The App

કેથોડ રે ટયૂબનો શોધક : કાર્લ બ્રાઉન

Updated: Nov 22nd, 2024

GS TEAM

Google News
Google News
કેથોડ રે ટયૂબનો શોધક : કાર્લ બ્રાઉન 1 - image

આ જે ટીવી અને કમ્પ્યુટરના સ્ક્રીન લિકવીડ ક્રિસ્ટલ ડિસપ્લેના હોય છે જે સપાટ અને હળવા હોય છે. તેને એલસીડી કહે છે. તેની શોધ થયા પહેલા મોનીટર કે ટીવીના સ્ક્રીન કેથોડ રે ટયૂબના એટલે સીઆહટી હતા. તે ભારેખમ અને ચોરસ ડબા જેવા હતા. પરંતુ મોનિટરની અને ટીવીની શોધનો તે પાયો હતો. કેથોડ રે ટયૂબ મજબૂત કાચનો બનેલો ગોળો છે. જેની એક તરફ સપાટ ભાગ સ્ક્રીન કહેવાય છે. તેના સામે છેડે ઇલેક્ટ્રીન ગન હોય છે. ટયૂબના સ્ક્રીનના અંદરના આવરણ પર ફોસ્ફરસના રજકણોનું પડ હોય છે. ઇલેક્ટ્રોન ગનમાંથી લાલ, લીલો અને ભૂરો (ઇય્મ્) એમ પાયાના ત્રણ રંગના કિરલો વહે છે. તે ફોસ્ફોરના કણો સાથે પ્રક્રિયા કરી ચિત્ર બનાવે છે. કેથોડ રે ટયૂબની શોધ કાર્લ બ્રાઉન નામના વિજ્ઞાાનીએ કરેલી. આ શોધ બદલ ૧૯૦૯માં તેને માર્કોની સાથે ફિઝિક્સનું નોબેલ ઇનામ મળેલું.

કાર્લ ફર્ડિનાન્ડ બ્રાઉનનો જન્મ ઇ.સ.૧૮૫૦ના જૂન માસની છ તારીખે જર્મનીના ફૂલ્દા ગામે થયો હતો. માર્બર્ગ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ લીધા પછી તેણે બર્લિન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી. ઇ.સ.૧૮૯૫માં તે સ્ટ્રેસબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા.

કાર્લ બ્રાઉને ઇ.સ.૧૮૯૭માં કેથોડ રે ટયૂબની શોધ કરેલી તેને બ્રાઉન ટયૂબ પણ કહે છે. રેડિયોના શોધક માર્કોનીએ બ્રાઉનના ઘણા સિધ્ધાંતો અપનાવેલા. પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન કાર્લ બ્રાઉન અમેરિકા ગયો. ન્યૂર્યોકમાં આવેલા જર્મન વાયરલેસ સ્ટેશનમાં તેની નિમણૂક થયેલી. યુધ્ધ દરમિયાન અમેરિકામાં તે નજરકેદ થયેલો. યુધ્ધ બાદ તે અમેરિકામાં જ સ્થાપી થયો હતો. ઇ.સ.૧૯૧૮ના એપ્રિલની ૨૦ તારીખે અમેરિકામાં જ તેનું અવસાન થયું હતું.