Get The App

પેશ્ચુરાઈઝેશનનો શોધક : લૂઈ પેશ્ચર

Updated: Aug 26th, 2022

GS TEAM

Google News
Google News
પેશ્ચુરાઈઝેશનનો શોધક : લૂઈ પેશ્ચર 1 - image


- વિશ્વના વિજ્ઞાનીઓ

પે શ્ચયુરાઈઝેશન એટલે દૂધને શુધ્ધ કરવાની પ્રક્રિયા. દૂધને જંતુરહિત કરવાની આ 

પધ્ધતિ લૂઈ પેશ્ચર નામના વિજ્ઞાાનીએ કરેલી તેના નામ ઉપરથી જ જંતુરહિત દૂધને પેશ્ચયુરાઈઝડ દૂધ કહે છે.

લુઇ પેશ્ચરનો જન્મ ફ્રાન્સમાં ડોલ ગામે ઇ.સ. ૧૮૨૨ના ડિસેમ્બરની ૨૭ તારીખે થયો હતો. ગરીબ પરિવારમાં જન્મેલા પેશ્ચરનો પ્રાથમિક અભ્યાસ મોડો શરૂ થયો હતો. તે ભણવામાં ખાસ હોશિયાર ન હોતો. તેને ચિત્રકલામાં રસ હતો. સ્થાનિક શાળામાં માધ્યમિક અભ્યાસ પૂરો કરી તે વધુ અભ્યાસ કરવા પેરિસ ગયો પરંતુ બીમાર પડતાં પરત આવ્યો. ઇ.સ. ૧૮૩૯માં તેણેે બેસકેન રોયલ કોલેજમાં સ્પેશિયલ મેથેમેટિક્સ સાથે વિજ્ઞાાની ડિગ્રી લીધી. ત્યાર બાદ થોડો સમય ફિઝિક્સના પ્રોફેસર તરીકે કામ કર્યું. ઇ.સ. ૧૮૪૮માં સ્ટ્રારબોર્ગ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે તેણે નામના મેળવી. 

કેમિસ્ટ્રીના સંશોધનો દરમ્યાન બેલાર્ડ નામના જાણીતા વિજ્ઞાાનીના સહાયક તરીકે કામ કરતો. કેટલાક ખાદ્યપદાર્થોમાં આથો આવવાની અને બેકટેરિયા પેદા થવાની ક્રિયા તેનો મુખ્ય વિષ્ય હતો. આથો આવવાની પ્રક્રિયાનો ઉપયોગ કરીને કેટલાક ખાદ્ય પદાર્થો બનાવી શકાય તેવી અગત્યની શોધ તેણે કરી. દૂધને જંતુરહિત કરવાની પેશ્ચુરાઈઝેશનની પધ્ધતિની શોધ મહત્ત્વની હતી. આ ઉપરાંત તેણે હડકવાની રસી પણ શોધેલી. ઇ.સ.૧૮૯૫ના સપ્ટેમ્બરની ૨૮ તારીખે તેનું અવસાન થયેલું.

Tags :