Get The App

ઈલેક્ટ્રિક વેક્યૂમ ક્લિનરનો શોધક : જેમ્સ સ્પેન્ગલર

Updated: Oct 11th, 2024

GS TEAM

Google News
Google News
ઈલેક્ટ્રિક વેક્યૂમ ક્લિનરનો શોધક : જેમ્સ સ્પેન્ગલર 1 - image


વિશ્વના વિજ્ઞાનીઓ

સાફ સફાઈ માટે વેક્યૂમ ક્લિનર ઉપયોગી અને  સરળતાથી સંચાલન થઈ શકે તેવું યંત્ર છે. ઘરમાં કે ઓફિસમાં કચરો વાળવાની ઝંઝટમાંથી બચાવતું વેક્યૂમ ક્લિનર ખૂબ જ ઝડપથી કચરા સાથે ધૂળની બારીક રજકણો પણ સાફ કરી નાખે છે. ઈલેક્ટ્રિક મોટર વડે એક બોક્સમાં વેક્યૂમ પેદા કર વાથી બહારની હવા અંદરની તરફ ધસી જાય છે અને સાથે કચરો પણ  લેતી જાય છે તેવા સિદ્ધાંતથી ચાલતા વેક્યૂમ ક્લિનરનો ઇતિહાસ રોમાંચક હોય છે પરંતુ હાલમાં ઉપયોગમાં  આવતું ઇલેક્ટ્રિક વડે ચાલતું હળવું ગમે ત્યાં લઈ જઈ શકાય તેવું વેક્યૂમ ક્લિનર જેમ્સ સ્પેન્ગલર નામના વિજ્ઞાાનીએ

શોધ્યું હતું.

સ્પેન્ગલરનો જન્મ અમેરિકાના  પેન્સિલવાનિયાના પ્લેઈન્સ કાઉન્ટીમાં ઈ.સ. ૧૮૪૮ના નવેમ્બરની ૨૦ તારીખે થયો હતો. તેણે કારકિર્દીની શરૂઆત એક કંપનીના સેલ્સમેન તરીકે કરી હતી. તે ઝાઝુ ભણ્યો નહોતો પરંતુ કોઠાસુઝથી વિવિધ પ્રકારના યંત્રો બનાવતાં શીખેલો.

સૌ પ્રથમ  તેણે ખેતરમાંથી પાક લણવાનુ મશીન શોધેલું. ખેતી માટેના  બે મશીનો શોધ્યા પછી તેણે મશીન બનાવવાની કંપની સ્થાપી. પરંતુ તેમાં સફળતા મળી નહીં. ઈ.સ. ૧૮૯૭માં તેણે નવા પ્રકારની સાઈકલ બનવી  અને બજારમાં મૂકી તેમાં તે સફળ થયો. ત્યારબાદ તેણે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં  સાફસફાઈનું કામ મળ્યું. આ દરમિયાન તેણે ઈલેક્ટ્રિક વડે ચાલતું વેક્યૂમ ક્લિનર શોધ્યું. આ મશીન બનાવવા માટે તેણે સિલાઈ મશીનની મોટર અને  લાકડાના ડ્રમનો ઉપયોગ કર્યો. ૧૯૦૭માં તેણે આ મશીન બજારમાં મૂક્યું. તેણે તેની પેટન્ટ વિલિયમ રૂવટને વેચી હતી. આ શોધને કારણે તેના પરિવારને અઢળક નાણાં મળ્યા. ઈ.સ. ૧૯૧૫ના જાન્યુઆરીની ૨૨ તારીખે તેનું અવસાન થયું હતું.

Tags :