કમ્પ્યુટર નેટવર્કનો શોધક: પૌલ બારાન
વિશ્વના વિજ્ઞાનીઓ .
કમ્પ્યુટરની શોધ પછી તેના નેટવર્ક અને ઇન્ટરનેટની શોધે વિશ્વને બદલી નાખ્યું છે. અનેક કમ્પ્યુટરને એક સાથે જોડતી પોકેટ સ્વિચિંગ ટેકનિકે કમ્પ્યુટરના ઉપયોગનો વિસ્તાર વધાર્યો છે. આ ક્ષેત્રમાં ઘણા વિજ્ઞાાનીઓએ સંશોધનો કર્યા છે પરંતુ પાયાનું સંશોધન કરનાર વિજ્ઞાાની પૌલ બરાન હતો.
પૌલ બરાનનો જન્મ ઇ.સ.૧૯૨૬ના એપ્રિલની ૨૯ તારીખે પોલેન્ડના ગ્રોડની શહેરમાં થયો હતો. તેનો પરિવાર ૧૯૨૮માં અમેરિકાના ફિલાડેલ્ફિયા આવીને વસ્યો. તેના પિતાને કરિયાણાનો વેપાર હતો. પૌલ ૧૯૪૯માં ડ્રેકસેલ ઇન્સ્ટિટયૂટમાં ઉચ્ચ અભ્યાસ કરીને કમ્પ્યુટર એન્જિનિયર બનેલો. તેણે એક નાની કમ્પ્યુટર કંપનીમાં નોકરી કરી.
થોડો સમય વિમાન બનાવતી કંપનીમાં રડાર સિસ્ટમમાં કામગીરી કરેલી. ત્યારબાદ ફરીવાર કમ્પ્યુટરક્ષેત્રમાં જોડાયો. ૧૯૬૯માં અમેરિકાના સંરક્ષણ વિભાગના કમ્પ્યુટરીને એક સાથે જોડવાના પ્રયાસો થતા હતા. ત્યારે પૌલે પોકેટ સ્વિવિંગ પધ્ધતિની શોધ કરી. તેની શોધ અણુ હુમલામાં પણ સુરક્ષિત રહી શકે તેવી હતી.
ઇ.સ.૧૯૮૫માં તેણે મેટ્રીકોમ નામની પ્રથમ વાયરલેસ ઇન્ટરનેટ કંપની સ્થાપી. આમ તેણે વાયરલેલ ઇન્ટરનેટની શરૂઆત કરી. તેના યોગદાન બદલ તેને માર્કોની પ્રાઈઝ, ગ્રેહા બેલ મેડલ અને અમેરિકાનો નેશનલ મેડલ જેવા સન્માનો મળેલા. ૨૦૧૧ના માર્ચ માસની ૨૬ તારીખે તેનું અવસાન થયું હતું.