Magazines

ડાઈનોસોરની અવનવી વાતો .

By GS TEAM
22 May 20261 min read
ડાઈનોસોરની અવનવી વાતો                                   .

આજના પક્ષીઓને વિજ્ઞાાનીઓ ડાઈનોસોરની જાતીમાં ગણે છે. એટલે પૃથ્વી પરથી ડાઈનોસોર નાશ પામ્યા નથી.  અમેરિકાના વ્યોર્િંમગમાંથી ડાઈનોસોરનું ૨૭ મીટર લાંબું સપૂર્ણ અશ્મિ મળી આવેલું તે વિશ્વનું એક માત્ર સંપૂર્ણ અશ્મિ છે.  સૌથી નાનું ડાઈનોસોર માત્ર ૧૦ સેન્ટીમીટર લાંબું હતું.  મોટા ભાગના ડાઈનોસોર બે પગે ચાલનારા હતા.  મોટા ભાગના ડાઈનોસોરનો અભ્યાસ તેના મળી આવેલા દાંત ઉપરથી થયો છે.  બોલિવિયામાં એક પર્વત પર ડાઈનોસોરના ૫૦૦૦ પગલાં જોવા મળે છે તે ૬ કરોડ વર્ષ જૂનાં હોવાનું કહેવાય છે.  ૨૦૧૫માં સૌથી વધુ જૂનું ૧૦ કરોડ વર્ષ પહેલાના ડાઈનોસોરનું અશ્મિ મળી આવેલું.  ડાઈનોસોર વનસ્પતિ સાથે ખડકો પણ ગળી જતાં, આજના પક્ષીઓ પણ કાંકરા ચણે છે જે પાચનક્રિયામાં મદદરૂપ થાય છે.