નિર્દોષ અને રમતીયાળ પ્રાણી : સસલું .
સસલા સુંવાળી અને સફેદ રૂવાંટીવાળા આકર્ષક પ્રાણી છે. સસલાની બે જાત ' રેબિટ' અને 'હેર' અલગ અલગ જાતના પ્રાણીઓ છે.
સ્પેન સસલાનો ટાપુ કહેવાય છે.
ઇ.સ. પૂર્વે ૩૦૦ માં રોમન લોકો સસલા પાળતા.
સસલાને ૨૮ દાંત હોય છે જે હંમેશા મોટા થાય છે અને ઘસાતાં રહે છે.
સસલા ૩૬૦ અંશને ખૂણે ચારે તરફ જોઈ શકે છે.
સસલા ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે દોડે છે.
સૌથી નાના સસલાની જાત નેધરલૅન્ડનું ડવાર્ફ રેબિટ માત્ર એક કિલો વજનનું હોય છે.
સસલાની મૂછો તેના શરીરની પહોળાઈ જેટલી લાંબી હોય છે. એટલે મૂછીના આધારે કેટલી સાંકડી જગ્યામાંથી પસાર થઈ શકાય તે અગાઊથી જાણી શકે છે.
સસલાના આગલા પગમાં પાંચ અને પાછલા પગમાં ચાર આંગળીઓ હોય છે.