Get The App

ભારતનું સૌથી લાંબા શિંગડાવાળું કાળું હરણ

Updated: Nov 19th, 2021

GS TEAM


Google News
Google News
ભારતનું સૌથી લાંબા શિંગડાવાળું કાળું હરણ 1 - image


વ ન્ય પ્રાણીઓમાં હરણ સૌથી સુંદર અને નિર્દોષ પ્રાણી છે. વિશ્વના જંગલોમાં હરણની ઘણી જાત જોવા મળે છે. ભારતમાં જોવા મળતા ચિંકારા અને કાળિયાર વિશ્વ પ્રસિદ્ધ છે. હરણના શિંગડા તેનું સૌંદર્ય છે. ઉત્તર ભારતના જંગલમાં જોવા મળતા કાળા હરણ તેના સૌથી લાંબા શિંગડા માટે જાણીતા છે. તે કૃષ્ણમૃગ તરીકે જાણીતા છે કૃષ્ણમૃગ ચારથી પાંચ ફૂટ લાંબા અને બેથી ત્રણ ફૂટ ઊંચા હોય છે. તેના વળ ચડેલા હોવાથી ૩૦ થી ૩૫ ઇંચ લાંબા શિંગડા હોય છે. માદા મૃગને શિંગડા હોતા નથી. આ મૃગ ઘાસિયા મેદાનોમાં ટોળામાં રહે છે અને લાંબા અંતર સુધી ઝડપથી દોડી શકે છે. પાછળની તરફ મોઢું ઝડપથી દોડી શકે છે. પાછળની તરફ મોઢું ફેરવી દોડતા કૃષ્ણમૃગનું ટોળું જોવાલાયક હોય છે.

Tags :