Get The App

ભારતનો સૌથી ઊંચો ધોધ : દૂધ સાગર

Updated: Jan 1st, 2021

GS TEAM


Google News
Google News
ભારતનો સૌથી ઊંચો ધોધ : દૂધ સાગર 1 - image


પ ર્વતીય પ્રદેશોમાં વહેતી નદી ઊંચા ખડક પરથી જમીન પર પછડાય તેને ધોધ કહે છે. ધોધની અનેક વિશેષતાઓ હોય છે. ધોધમાં ઉપરથી પછડાતાં પાણીમાં પ્રચંડ શક્તિ હોય છે તેના દ્વારા વીજળી પેદા કરી શકાય છે. ભારતમાં કેટલાક નાના મોટા ધોધ આવેલા છે તેમાં ગોવા અને કર્ણાટકની સરહદ પર મંડોવી નદી પર આવેલો દૂધસાગર ધોધ સૌથી મોટો છે.

દૂધસાગર ધોધ ૧૦૭૦ ફૂટની ઊંચાઈએથી પછડાય છે અને ૧૦૦ ફૂટ પહોળો છે. વેસ્ટર્ન ઘાટની પર્વતમાળામાં આવેલા આ ધોધની આસપાસ પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું જંગલ છે. મોલેમ નેશનલ પાર્ક અને ભગવાન મહાવીર સેન્ક્ચૂરી પણ છે. ચોમાસામાં આ ધોધનું સૌંદર્ય ખીલી ઊઠે છે. ધોધ ઉપરના પૂલ ઉપરથી રેલવે લાઈન પસાર થાય છે. રેલવેના પ્રવાસીઓને ગાડીમાંથી આ ધોધની ભવ્યતા અને અનુપમ સૌંદર્ય જોવાનો લ્હાવો મળે છે.

Tags :