Magazines

ભારત દેશ મહાન .

By GS Team
24 Sep 20211 min read
This article was originally published on 24 Sep 2021
ભારત દેશ મહાન                           .

- શૂન્ય અને અંક પધ્ધતિની શોધ પ્રાચીન ભારતમાં થઈ હતી.

- બીજગણિત (એલ્જીબ્રા) અને ત્રિકોણમિતિ( ટ્રિગ્નોમેટ્રી) નો પ્રથમ અભ્યાસ પ્રાચીન ભારતમાં શરૂ થયેલો.

- વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશિલા ભારતમાં ઇ.સ.પૂર્વ ૭૦૦માં સ્થપાયેલી તે સમયે તેમ વિશ્વભરમાંથી આવેલા ૧૦૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થી ૬૦ વિષયોનો અભ્યાસ કરતા. 

- ભારતમાં ૨૬૦૦ વર્ષ પહેલા આચાર્ય સુશ્રુતે દર્દી ઉપર સર્જરી કરવાની શોધ કરેલી. તે જમાનામાં મોતિયા પથરી, ફ્રેક્ચર અને કૃત્રિમ અંગો બેસાડવાના ઓપરેશન થતા.

- વિશ્વનું પ્રથમ ગ્રેનાઈટ મંદિર ભારતના તમિલનાડુમાં બંધાવેલું. તાંજુવરમ્ આ મંદિર ઇ.સ. ૧૦૦૪માં બંધાયેલુ તેનો ઘુુમ્મટ ૮૦ ટન વજનનો છે.

- આજે વિશ્વનું સૌથી વધુ ઊંચાઈએ આવેલુ ક્રિકેટ ગ્રાઉન્ડ ભારતના હિમાલય પ્રદેશમાં છે. તેની પીચ દરિયાની સપાટીથી ૨૪૪૪ મીટરની ઊંચાઈએ છે.