ભારતના ઓળખવા જેવા પક્ષીઓ
- સારસ ક્રેન ભારતનું સૌથી ઊંચુ પક્ષી છે.
- હિમાલયનું દાઢીવાળું ગીધ સૌથી વધુ પાંખનો ઘેરાવો ધરાવે છે.
- ભારતના સૌથી સુંદર ગીત ગાતા પક્ષીઓમાં ૯૫ ટકા નર પક્ષી છે.
- પોપટ એક જ પક્ષી એવું છે કે ચાંચના બંને ભાગ સ્વતંત્ર રીતે હલાવી શકે.
- ભારતના લક્કડખોદની જીભ ચાંચ કરતા ચાર ગણી લાંબી હોય છે.
- સુરખાબ ભારતનું વિશિષ્ટ પક્ષી છે તેની નીચેની તરફ વળેલી ચાંચ પણ વિશિષ્ટ છે. ચાંચ વડે કિચડના તળિયેથી પણખોરાક લઈ શકે છે. તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે.
- ભારતનું નીલકંઠ કબૂતર જેવું છે તે ઊડે ત્યારે રંગબેરંગી પીંછાઓથી સુંદર દેખાય છે. સૂર્ય પ્રકાશમાં ઉડે ત્યારે નવ રંગની કળા જોવા મળે છે.
- અરૂણાચલ પ્રદેશનું હોર્નબીલ ચાર ફૂટ લાંબુ હોય છે તેની ચાંચ એક ફૂટ લાંબી હોય છે. ફળ તોડીને હવામાં ઉછાળી ચાંચ વડે કેચ કરીને ખાવાની તેની રીત અજબ છે.