કપડાં ધોવા માટેનું મોટી પેટી જેવું વોશિંગ મશીન તો તમે જોયું જ હશે. વોશિંગ મશીનની પેટીમાં પાણી અને ડિટર્જન્ટ નાખીને તેમાં કપડા કઈ રીતે ધોવાય છે તે જાણો છો? બહારથી સામાન્ય પેટી જેવું લાગતું વોશિંગ મશીન વજનમાં ભારે હોય છે. તેમાં કપડાંને ઝડપથી ફેરવવા માટે મોટર અને પાણીના નિકાલ માટે જાતજાતની નળીઓ હોયછે. મશીન ઈલેક્ટ્રીક પાવરથી ચાલે છે. બહારના ભાગે જાતજાતની એટલે આપણી અનુકૂળતા પ્રમાણે કામ લઈ શકાય. મશીનમાં એક પંખો હોય છે. સાબુવાળા પાણીમાં પંખો ફરે એટલે ફીણ થાય. તેમાં મેલાં કપડાં નાખો ત્યારે સાબુના પાણીમાં કપડાં પણ ચક્રાકારે ઝડપથી ફરે. પેલો પંખો કપડાંને આમતેમ ઘુમાવે કપડાં ચોળાય અને તેમાંથી મેલ છૂટો પડે. મેલવાળું સાબુનું પાણી નળી વાટે બહાર નીકળી જાય. ત્યારબાદ ભીના કપડાંને પણ મશીન ગુમાવે. કપડામાંથી રહ્યું સહ્યું પાણી નીકળી જાય અને કપડાં અધકચરા સુકાઈને બહાર નીકળે. આ મશીન કપડાંની સંખ્યા, વજન વગેરેના આધારે જુદી જુદી ક્ષમતાથી કામ કરે છે અને આપણી ઘણી મહેનત બચાવે છે અને સમય પણ બચે.
વોશિંગ મશીનમાં કપડાં કેવી રીતે ધોવાય છે?


