મગજ જુદી જુદી વસ્તુઓને કેવી રીતે યાદ રાખે છે!
આ પણું મગજ શરીરનું સંચાલન કરવા ઉપરાંત જાતજાતના વિષયોનું જ્ઞાાન, લોકોની ઓળખ, ભૂતકાળની ઘટનાઓ વગેરે યાદ રાખે છે અને જરૂર પડયે તાત્કાલિક યાદ પણ કરી શકે છે. ભવિષ્યના વિચારો પણ કરે છે. આટલું નાનું મગજ આટલા બધા કામ કેવી રીતે કરી શકે છે તે વિષે વિજ્ઞાાનીઓને પણ પુરી ખબર નથી. પરંતુ સંશોધનો અને અવલોકનોના આધારે વિજ્ઞાાનીઓ કહે છે કે મગજમાં અબજો જ્ઞાાનકોષો હોય છે. તે
વૃક્ષની ડાળીઓની જેમ એકબીજા સાથે જોડાઈને મોટું જાળું બનાવે છે. જ્ઞાાનકોષ એકબીજા સાથે ટેન્ડ્રાઈટ નામના સૂત્રથી જોડાયેલા છે. આ બધું જોવા માટે માઈક્રોસ્કોપની જરૂર પડે, નરી આંખે દેખાય નહીં. જુદા જુદા કામ માટે મગજમાં જુદા જુદા કેન્દ્ર હોય છે. આંતરિક હિસ્સામાં યાદકેન્દ્ર હોય છે. યાદકેન્દ્ર પણ બે હોય છે તેમાં રહેલા કોષોમાં અગણિત માહિતી હોય છે. કોષો ન્યૂરોટ્રાન્સમીટર નામના વિદ્યુત સિગ્નલ વડે એકબીજાને માહિતી આપે છે. આ જાળા કરોડરજ્જુ દ્વારા શરીરના જુદા જુદા અંગો સાથે જોડાયેલા હોય છે. આંખ, કાન, જીભ અને ચામડી જોયેલું, સાંભળેલું, ચાખેલુ અને સ્પર્શ કરેલું વગેરે માહિતી મગજમાં
પહોંચી જાય છે. મગજમાં વાંચેલું, ભણેલું અને અનુભવેલું લાંબા ગાળાની યાદ તરીકે સંઘરાય છે. મગજનું કામ ઘણું જ જટિલ છે. વિવિધ માણસોમાં વિવિધ પ્રકારની માનસિક શક્તિઓ પણ હોય છે.