આપણી આંખ રંગોને કેવી રીતે ઓળખે છે ?
આ પણી આસપાસનાં દ્રશ્યોનાં પ્રતિબિંબ આંખના લેન્સ દ્વારા લેન્સની પાછળ આવેલાં રેટિના પર પડે છે અને રેટિના મગજને દ્રશ્યના સંકેત આપે છે. રેટિનામાં એવું શું હોય છે કે તે દ્રશ્યના રંગોને જુદા પાડી આપણને રંગની ઓળખ આપે છે તે જાણો છો ? આંખની રેટિનામાં જુદા-જુદા રંગના દ્રવ્યો ધરાવતાં સૂક્ષ્મ કોષો હોય છે તેને કોન સેલ કહે છે. કોન સેલ ત્રણ પ્રકારના હોય છે. ત્રણેય પ્રકારના કોન ટૂંકી, મધ્યમ અને લાંબી તરંગ લંબાઈનાં કિરણોને ઓળખીને મગજનો સંદેશો આપે છે. આ ક્રિયા ઘણી અટપટી છે.
૧૯ મી સદીમાં થોમસ યંગ અને હેમોલ્ટઝ નામના વિજ્ઞાાનીઓએ આ જટિલ પ્રક્રિયાની થોડી સમજ આપી હતી. તેમણે 'યંગ- હેમોલ્ટઝ થિયરી' રજુ કરેલી આ થિયરી મુજબ આપણી આંખના કોનસેલ લાલ, લીલો અને ભૂરો રંગ તેમજ તેની વિરૂધ્ધના રંગો પારખીને તેનાં મિશ્રણોને પણ ઓળખી શકે છે. જુદી જુદી વ્યકિતઓમાં રંગ પારખવાની શક્તિ જુદી જુદી હોય છે. મગજમાં રંગોનું વિશ્લેષણ મગજના પાછલા ભાગમાં આવેલા વિઝયુલ કોટેંક્ષમાં થાય છે.
આપણી આંખ રંગ પારખે છે અને મગજને જેતે રંગનું જ્ઞાાન કરાવે છે. મગજ આ બધા રંગોને ઓળખવા ઉપરાંત તેની પ્રતિક્રિયા પણ કરે છે. કેટલાક રંગો આપણને પ્રિય લાગે છે તો કેટલાક અણગમો ઉત્પન્ન કરે છે. રંગોની આપણા મૂડ પર પણ અસર થાય છે.