Get The App

ફેફસાંમાં લોહી કેવી રીતે શુધ્ધ થાય?

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
ફેફસાંમાં લોહી કેવી રીતે શુધ્ધ થાય? 1 - image

લોહી માનવશરીરમાં ફરીને વિવિધ અંગોમાં શક્તિ પહોંચાડે છે અને સાથે સાથે કેટલીક અશુધ્ધિઓનું શોષણ કરે છે. શરીરમાં ફરીને અશુધ્ધ થયેલું લોહી ફેફસાંમાં આવે છે. માણસની છાતીમાં ફેફસા નામના કોથળી જેવા બે અવયવો છે. તે નાક સાથે શ્વાસનળીથી જોડાયેલા છે. ફેફસાનુ મુખ્ય કામ લોહીને શુધ્ધ કરવાનું છે. તે કેવી રીતે આ કામ કરે છે તે જાણવા જેવું છે. આપણે નાક દ્વારા શ્વાસમાં લઈએ છીએ તે હવા ફેફસામાં જાય છે. શ્વાસનળી ફેફસામાં અનેક શાખાઓમાં વહેચાઈ ગયેલી હોય છે. છેવટે ખૂબજ સુક્ષ્મ નળી બને છે. ફેફસામાં અશુધ્ધ લોહી લઈને આવતી નળીઓ પણ વહેચાઈને સુક્ષ્મ બને છે. 

આમ રક્તવાહિની અને હવાની નળીઓ જાળુ બનાવે છે. રક્તવાહિનીના છેડે ગોળાકાર કોષો આવેલા છે. દ્રાક્ષના ઝુમખા જેવા આ કોશો હવાની નળીમાંથી ઓક્સિજન લઈને લોહીમાં ભેળવે છે. સાથે સાથે લોહીમાંનો કાર્બન ડાયોક્સાઈડ હવાની નળીમાં ધકેલે છે.  ફેફસામાં આવા કરોડો કોષો હોય છે જે નરી આંખે દેખાય પણ નહી. ફેફસાં સતત કામ કરીને શરીરના લોહીને શુધ્ધ રાખે છે.