Get The App

વિશ્વનું ત્રીજા નંબરનું મહાકાય પ્રાણી હિપોપોટેમસ

Updated: Jun 23rd, 2023

GS TEAM

Google News
Google News
વિશ્વનું ત્રીજા નંબરનું મહાકાય પ્રાણી હિપોપોટેમસ 1 - image


હા થી અને ગેંડા પછી કદાવર પ્રાણીઓમાં ત્રીજો નંબર હિપોપોટેમસનો આવે. આ ત્રણે મહાકાય પ્રાણીઓ શાકાહારી છે અને વનસ્પતિ ખાઈને જીવે છે. કદાવર અને ગોળમટોળ શરીર અને ટૂંકા પગ હિપોની ઓળખ છે. હિપોના પગને ચાર આંગળીઓ હોય છે તે પણ અંગૂઠા જેવી. ચાર પગના ચાર અંગુઠાને કારણે તેના શરીરનું વજન વહેચાઈ જાય છે. અને સમતોલ મેળવી શકે છે. હિપોપોટેમસ સામાન્ય રીતે ૧૦ થી ૧૨ ફૂટ લાંબા અને પાંચ ફૂટ ઊંચા હોય છે. તે ગરમીથી બચવા પાણીમાં પડયા રહે છે. આખું શરીર પાણીમાં હોય ત્યારે તેના નસકોરા અને આંખો જ પાણીની બહાર રહેતી હોય છે. 

હિપોનું વજન લગભગ ૩ ટન હોય છે. 

હિપોપોટેમસ આક્રમક અને ઝઘડાળુ પ્રાણી છે. હિપોની લડાઈ વખતે તે છિંકોટા નાખે છે. અને મોટા અવાજે ભાંભરે છે. હિપોનું જડબું ખૂબ જ પહોળું થઈ શકે છે.

ભારે શરીર હોવા છતાંય ઢાળ ઉપર કે જળાશયના ઊંચા કાંઠા ઉપર સહેલાઈથી ચઢી શકે છે.

હિપોપોટેમસનું નામ ગ્રીક ભાષાના હિપ્પો પરથી ઊતર્યું છે. તેનો અર્થ ઘોડો થાય છે. એટલે જળ ઘોડો પણ કહેવાય છે. હિપોના બચ્ચાં જન્મે કે તરત જ તરતા શીખી જાય છે. 

Tags :