- 'મેડમ, મેડમ, મારી મમ્મી ભફ દઈને પડી ગઈ છે. માથામાંથી ખૂબ લોહી નીકળે છે.તે કાંઈ બોલતી નથી, હલતી નથી, મેડમ...'
- જસુબેન પંડયા
સ્વીટુના ગાલ પરથી આંસુ અવિરત વહી રહ્યાં હતાં. નાના નાના હાથથી ગાલ લૂછી, આંખો સાફ કરી ફરી ફરીને તે મોબાઈલ નંબર પર તેની નાની આંગળીઓની ઠકાઠક ઠકાઠક કરી રહ્યો હતો. ક્યારેક રિંગ વાગી જાય તો તરત જ તે 'હેલો ! હેલો હેલ્પ મી...' એમ રડતા રડતા બોલવા મંડતો હતો. ક્યારેક ફોન કપાઈ જતો હતો. ક્યારેક 'ફોન મૂક' જેવો ઓર્ડર આવતો હતો.
મોન્ટુ પાંચ વર્ષનો નાનકડો બાળક હતો. વાંકડિયા વાળ, મોટી મોટી આંખો, ગોળ મટોળ ચહેરો અને હંમેશા હસતું મુખારવિંદ બધાને આકર્ષતું.
પરંતુ અત્યારે આ હાસ્ય લુપ્ત થઈ ગયું હતું. તેને તાત્કાલિક મદદની જરૂર હતી. મમ્મીને તેણે ફોન કરતાં જોઈ હતી. એ મમ્મીની નકલ કરી રહ્યો. મમ્મીનો ફોન અનલોક કરતાં તેને આવડતો હતો.
અચાનક તેને યાદ આવ્યું કે પપ્પા કોલનું બટન દાબે છે તો તરત જ ફોન લાગે છે.
તેણે કોલની સંજ્ઞાા દબાવી. નંબર ફ્લેશ થયાં. પહેલો નંબર લગાડયો.
લાગ્યો.
સામેથી કોઈ બોલ્યું : 'હા ! મયુરીબેન શું
જોઈએ છે?'
'હું મોન્ટુ બોલું છું, મને....' મોન્ટુ બોલ્યો.
'બેટા, ફોન મૂક કામના સમયે હેરાન ન કરાય.' અને ફોન મૂકાઈ ગયો.
મોન્ટુને આશા જાગી.
એક પછી એક નંબર ડાયલ કરતો ગયો.
અડધી કલાક થવા આવી. મોન્ટુના આંસુ ખલાસ થઈ ગયા હતા. તે હારી ચૂક્યો હતો. ત્યાં ફોન લાગ્યો.
'હા ! મયુરીબેન, શ્વેતલ કેમ ભણવા નથી આવ્યો ?' સામેની બાજુથી સ્વીટુના ક્લાસ ટીચર બોલ્યાં.
'મેડમ, મેડમ, મારી મમ્મી ભફ દઈને પડી ગઈ છે. માથામાંથી ખૂબ લોહી નીકળે છે. તે કાંઈ બોલતી નથી, હલતી નથી, મેડમ...'
અને મોન્ટુ જોરજોરથી રડવા લાગ્યો.
'રડ નહિ મોન્ટુ ઘરે બીજું કોઈ નથી?'
'ના, હું અને મમ્મી જ છીએ. બારી બારણાં બધું જ બંધ છે. મારાથી કંઈ ખુલતું નથી.' મોન્ટુ બોલ્યો.
'તું મમ્મીને માથા પર એક સ્વચ્છ નેપકીન દાબી રાખ. અને તેની સાથે વાતો કર. બધું બરાબર થઈ જશે હોં.'
શ્વેતલના ક્લાસ ટીચરે પ્રિન્સિપાલને જાણ કરી. તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરી શ્વેતલના ઘેર જવા વિનંતી કરી.
શ્વેતલના પપ્પા બહારગામ હતા. તેમને ફોન કરી બધી હકીકત જણાવી.
શ્વેતલના પપ્પા બીજે દિવસે હોસ્લિટલ પહોંચ્યા ત્યારે તેમની પત્ની અને પુત્ર બંને હોસ્પિટલમાં એડમિટ થયેલા હતા.
દરવાજો તોડાયા પછી એમ્બ્યુલન્સના માણસો અંદર ગયા ત્યારે મા-દીકરો બંને બેહોશ પડયાં હતાં.
ડૉક્ટરસાહેબના કહેવા મુજબ જો હજી થોડી વાર લાગી હોત તો શ્વેતલના મમ્મી બચત નહિ.
શ્વેતલ ભાનમાં આવ્યો.
'મમ્મી...' તેણે રાડ પાડી.
'મારા હીરો, તે તારી મમ્મીને બચાવી લીધા!'
શ્વેતલના પપ્પા તેને ભેટીને રડી પડતા બોલ્યા : 'તેં તારી પુત્ર તરીકેની ફરજ બજાવી પણ હું પપ્પા તરીકે ફરજ ચૂક્યો છું. દરેક મા-બાપે તેમના બાળકોને ઇમરજન્સી નંબરની જાણ આપવી જોઈએ. જો બેટા, આ ફોન કરવાની કી પેડ દાબીએ એટલે તેના પર નંબર આવે. યાદ રાખજે (૧) એટલે મમ્મી, (૨) એટલે પપ્પા, (૩) એટલે ડૉક્ટર અંકલ અને જો તને કોલ બટન તો દાબતા આવડે છે. આ બાજુ જેનો ફોન નંબર હોય તેની સાથે એનો ફોટો હોય એટલે જેને ફોન કરવો હોય તેના ફોટા સામેનું કોલ ચિન્હ દાબવાનું, ર્ંણ?'
'ર્ંણ, ર્ંણ...'તાળીઓ પાડતો શ્વેતલ બોલ્યો.


