- બચ્ચાને એક નવી આશા જાગી કે એની મુલાકાત હવે પોતાની મા સાથે થશે. આગળ જતાં એણે પોતાની માનો સાદ સાંભળ્યો - કૂકડે કૂક... મા પોતાના બચ્ચાને સાદ આપતી હતી- કુકડે કૂક...!
- તનય ધર્મેશ ચોક્સી
એક ગાઢ જંગલ હતું. એ જંગલમાં સર્વે પ્રાણીઓ રહેતાં હતાં. એ પ્રાણીઓમાં એક મરઘીનો પરિવાર પણ રહેતો હતો.
સવારે મરઘી ઘરમાં કામકાજ પતાવે. મરઘીનાં બચ્ચાં ઘરમાં રહે. આખો દિવસ કિલ્લોલ કરે. ગમ્મત કરે.
મરઘી એમના બચ્ચાંને ઉડતા શીખવાડે. એમના બચ્ચાંને ખાવાના ટાઈમે ખાવાનું આપે. સુવાના ટાઈમે એ બચ્ચાને સુવડાવી દે.
થોડા સમય બાદ મરઘીને એમના બચ્ચાં સાથે મળીને ભોજન લેવા જવા લાગી.
મરઘીએ એવું નક્કી કર્યું, બચ્ચા મોટાં થઈ ગયા છે. તેને સાથે ભોજન લેવા માટે લઈ જવા.
પછી એ બચ્ચાં પોતાની માતા સાથે જવા લાગ્યા. આ રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો.
એક દિવસની વાત છે. મરઘીએ ફરી ઇંડા મૂક્યાં. થોડા સમય પછી એ ઇંડાંમાંથી ફરી બચ્ચાંનો જન્મ થયો.
એ સમય રોજની જેમ મરઘી અને એના મોટાં બચ્ચાં ભોજન લેવા નીકળવા લાગી. પાછળનાં નાનાં બચ્ચા ઘરેથી નીકળી ગયાં.
આ બાજુ મરઘીનું નવું જન્મેલું બચ્ચું એમની માતાને શોધતું હતું, પરંતુ એમને પોતાના માતા ન મળી. એ માતાને શોધતું શોધતું જંગલમાં નીકળી ગયું. જંગલમાં એમની મુલાકાત હાથી, શિયાળ, સસલા, ઘેટું, વાઘ, સિંહ વગેરે વિવિધ પ્રાણીઓ થઈ. એમને નવા બચ્ચાએ પૂછ્યું : 'તમે મારી માને ક્યાંય જોઈ?'
બધાએ એક જ જવાબ આપ્યો : 'ના, અમે તારી માતાને નથી જોઈ હો...!'
ત્યારે બચ્ચું નિરાશ થઈ ગયું. બચ્ચું દુ:ખી થઈ ગયું હતું.
એ જોઈને બધા પ્રાણીઓએ નવા બચ્ચાને પૂછ્યું: 'તારી મમ્મી કુકડે કુક એવું બોલે છે?'
ત્યારે બચ્ચાને એક નવી આશા જાગી કે એમની મુલાકાત હવે એમની માતા સાથે થશે. આગળ જતાં એમને એમની માતાનો સાદ કૂકડે કૂક... સાંભળ્યો. માતા પોતાના બચ્ચાને સાદ આપતી હતી- કુકડે કુક...!
ત્યારે નવું બચ્ચું માને જોઈ ખુશ થઈ ગયું. મા એને મળી. એ કહે : 'તારે ઘરે રહેવું જોઈએ. ભોજન લેવા માટે અમે અહીં આવ્યાં હતાં.'
બચ્ચું કહે : 'મને તમારી સાથે આવવું હતું. એટલે અહીં સુધી પહોંચી આવ્યો છું.'
મરઘી કહે : 'તું અહીં શી રીતે આવ્યું, મારા બેટા..?'
નવા બચ્ચાએ ભોળા ભાવે બધી હકીકત કહી સંભળાવી. મરઘીએ ખુશ થઈને બચ્ચાને શાબાશી આપી. ત્યાર બાદ એણે પોતાના અન્ય બચ્ચાની આ નવા બચ્ચા સાથે મુલાકાત કરાવી. બધા ભેગાં મળીને ઘરે જવા માટે રવાના થઈ ગયાં.
હવે મરઘીએ ભોજન લેવા જવાનું બંધ કરી દીધું. મરઘી બચ્ચાનું વિશેષપણે ખ્યાલ રાખતી હતી. મરઘી એમને બહુ જ પ્રેમ કરતી હતી. મરઘી બચ્ચાંને જમવાના ટાઈમે જમવાનું આપતી. સુવાના ટાઈમે એ બચ્ચાને સુવડાવી દેતી.
આખા જંગલમાં મરઘીની અને એમનાં બચ્ચાંની, એમના પ્રેમની ચર્ચા થવા લાગી.
જંગલનાં બધાં પ્રાણીઓ મરઘીનાં વખાણ કરવા લાગ્યા.
વરસાદની સીઝનમાં વરસાદ પડતો, પણ મરઘી પોતાનાં બચ્ચાંની વિશેષ દેખભાળ રાખતી. બચ્ચાંને વરસાદથી બચાવવા માટે બીજી જગ્યાએ ઘર બનાવીને રાખતી, જેથી એ પોતાનાં બચ્ચાંનું સારી રીતે રક્ષણ કરી શકે. કોઈ કારણસર વરસાદને કારણે કે પવન યા વાવાઝોડાને કારણે એમને એમ લાગે કે ઘર સુરક્ષિત નથી, તો એ ઘરને પાછું પહેલા જેવું સરસ બનાવી દેતી. આમ, પોતાના પરિવારની એ સદાય સારી રીતે દેખરેખ કરતી. એનો પ્રેમ અત્યંત શુદ્ધ હતો. બચ્ચાં પણ પોતાની માં ને એટલો જ પ્રેમ કરતાં હતાં.
સાચ્ચે, માણસ હોય કે મરઘી, એક માતા માટે પોતાનાં સંતાન પ્રત્યેનો પ્રેમ હંમેશા સર્વોપરી એટલે કે સૌથી ઉપર હોય છે.


