- એક વાર્તા... બે ભાષામાં!
- Two ઇન One
- Harish Nayak
- Mahavir Tyagi – a minister in PMJawaharlal Nehru's cabinet
મીઠું તો આખર મીઠું છે, એને ભલે કહી દો સોલ્ટ,પણ દાંડી મીઠું જો મૂકશો જીભે, કહેજો ગોરાને હોલ્ટ!
ગો રી સરકાર. બસો વર્ષ આપણી પર રાજ્ય કરી ગઈ, તેના ખાંધિયાઓમાં ઘણાં ભારતીય અધિકારીઓ હતા.
દહેરાદૂન તરફના એક ન્યાયાધીશનું નામ વેણીપ્રસાદ ભટ્ટ હતું. પોતે ગોરી સરકારનું નમક ખાય છે એ વાતનો ગર્વ હતો. પોતે કદી નમકહલાલ નહિ થઈ શકે, એવું કહી તેઓ આઝાદીના લડવૈયાઓને અચ્છી સજા ફટકારતા હતા.
ગાંધીજીએ નમક આંદોલન શરૂ કર્યું. તેમણે દેશભરમાં આદેશ આપ્યો: 'જ્યાં જ્યાં ખારું પાણી નજરે પડે ત્યાં મીઠું પકાવો.'
એક નવયુવકે એ રીતે મીઠું પકવ્યું. તેને તથા તેની ટુકડીને પકડી લેવામાં આવ્યા. મામલો અદાલતમાં ગયો. પેલા નવયુવકને પેલા નમકહલાલ ન્યાયાધીશ ભટ્ટ સામે જ ખડા થવું પડયું.
કોર્ટ ચિક્કાર મેદનીથી ભરાઈ ગઈ.
ન્યાયાધીશે ચોખ્ખું કહ્યું: 'મેં વીસ વર્ષ અંગ્રેજ સરકારનું નમક ખાધું છે, એટલે મારી પાસે કોઈ રાહતની આશાઓ રાખી શકશો નહિ. હા, તમે સરકારના કાયદાનું ઉલ્લંઘન કરીને મીઠું પકવ્યું છે કે નહિ ?'
પેલા તરૂણે એક પડીકું આગળ ધર્યું. તે કહે: 'અમે જે કંઈ પકવ્યું છે તે આ છે. આને તમે મીઠું, ફટકડી, ચૂનો કે માટી એમાંથી જે કંઈ જાહેર કરો, તેની પર ન્યાયનો આધાર છે. આપને ગોરી સરકારનો ગર્વ છે તો અમને અમારી લડતનો ગર્વ છે, દેશનો ગર્વ છે. માટે અમે રાહતની કોઈ યાચના કરતા નથી.'
ન્યાયાધીશે તરત જ એ પડીકું હાથમાં લીધું - ઉઘાડયું. ચાખી જોયું. પછી તરત જ તેમણે કહ્યું: 'આ તો ચોખ્ખું મીઠું જ છે.' તરત જ એ તરૂણ બોલી ઊઠયો: 'શ્રીમાનજી ! આજ સુધી આપ ગોરી સરકારનું નમક ખાતા હતા. આજે પહેલીવાર તમે ગાંધીજીનું નમક ખાધું છે. જો જો દેશને માટે નમકહરામ ના સાબિત થશો.'
માનશો ? વેણીશંકર ભટ્ટ માટે આ દલીલ એટલી સચોટ નીવડી કે તે જ દિવસે તેમણે ગોરી સરકારની નોકરીમાંથી રાજીનામું આપી દીધું.
આમ અચ્છા વિરોધીઓને પણ તરફેણમાં લેનાર એ તરૂણ વિદ્યાર્થીનું નામ મહાવીર ત્યાગી. નહેરુ સરકારમાં વર્ષો સુધી તેઓ નહેરૂના સાથી અને પ્રધાન રહ્યા. પણ હંમેશા તેઓ આવા જ ચબરાક સ્પષ્ટવક્તા અને હિંમતવાન રહ્યા હતા.
He Fed Him Salt and Made Him Faithful to the Nation
Salt is always sweet in its own way, even if you call it "salt"; But if you place Dandi salt on your tongue, tell the British, "Halt!"
T he British government ruled over us for two hundred years. Among its officers were many Indians.
A judge from Dehradun was named Veniprasad Bhatt. He was proud that he "ate the salt" of the British government. He used to say that he could never be disloyal to them. Because of this belief, he would punish the freedom fighters very harshly.
Gandhiji started the Salt Movement. He gave a message to the people all over the country:
"Wherever you see salty water, make salt there."
One young man did exactly that - he made salt. He and his companions were arrested. Their case went to court.
That young man had to stand before the same judge, Veniprasad Bhatt, who was so loyal to the British government.
The courtroom was packed with people.
The judge said clearly,
"I have eaten the salt of the British Government for twenty years, so do not expect any mercy from me.
Tell me, did you break the law of the government and make salt or not?"
The young man stepped forward and placed a small packet before the judge. He said,
"What we made is this. You may declare it to be salt, alum, lime, or soil - whatever you wish. Let your judgment depend on that. You are proud of the British government; we are proud of our struggle and of our country. Therefore, we ask for no mercy."
The judge at once took that packet in his hand, opened it, and tasted it. Then he immediately said,
"This is pure salt."
The young man at once replied,
"Sir! Till today, you have eaten the salt of the British Government.
Today, for the first time, you have eaten Gandhiji's salt.
Be careful that you do not prove unfaithful to your country."
Can you believe it?
That argument struck Judge Venishankar Bhatt so powerfully that on the very same day he resigned from his post in the British government.
Thus, the young student who managed to turn even a firm opponent to his side was Mahavir Tyagi.
For many years after independence, he was a colleague and minister under Pandit Jawaharlal Nehru.
But throughout his life, he remained just as clever, outspoken, and courageous as he had been that day.


