Get The App

અડધી ટિકિટ .

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
અડધી ટિકિટ                                         . 1 - image

- તુષાર દેસાઈ 

કેવલ તેની મમ્મી સાથે તેની ફોઈના ઘરે પ્રસંગમાં જતો હતો. બંને સિટી બસમાં ચડયાં. કંડક્ટરે પાસે આવીને પૂછયું, 'ટિકિટ! ટિકિટ!'

અનિતાબેને કહ્યું, 'એક શિવાજીનગર.'

કંડક્ટરે કેવલને જોઈને પૂછયું, 'આ બાબો કેટલા વર્ષનો છે?'

મમ્મીએ કહ્યું, 'સાડા ચાર વર્ષનો.'

કંડક્ટરે કેવલને પૂછયું, 'બેટા, તું શેમાં ભણે છે?'

કેવલ કંઈ કહેવા જાય એ પહેલાં જ અનિતાબેને કહી દીધું, 'કે.જી.માં ભણે છે.'

કંડક્ટરે ફરી પ્રેમથી પૂછયું, 'બેટા, તું કયા ક્લાસમાં છે?'

કેવલે મમ્મી સામે જોઈને સાચું કહી દીધું, 'ફર્સ્ટમાં.'

કંડક્ટરે હસીને કહ્યું, 'બહેન, બાબો ફર્સ્ટમાં ભણે છે. નાનું બાળક ક્યારેય જૂઠું ન બોલે. લાવો, એની અડધી ટિકિટ લો.'

અનિતાબેને કચવાતા મને કેવલની અડધી ટિકિટ લીધી. કેવલ તો ટિકિટ સામે જોઈને ખુશ થતાં બોલ્યો, 'મમ્મી, મારી ટિકિટ આવી ગઈ!' 

કેવલના મોં પર પોતાની સ્વતંત્ર ટિકિટ મળ્યાનો આનંદ તરવરી રહ્યો હતો.