Get The App

સબમરિન દરિયામાં ડૂબકી કેવી રીતે મારે છે?

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
સબમરિન દરિયામાં ડૂબકી કેવી રીતે મારે છે? 1 - image


સબમરિન દરિયાના તળિયે ચાલતું વાહન છે. આગળ પાછળ ગતિ કરવા માટ ેતેમાં અણુશક્તિ કે ડિઝલના એન્જિનનો ઉપયોગ થાય છે અને જહાજની જેમ  પ્રોપેલરથી જ ચાલે છે. સબમરિનને વધારાનું એક કામ પણ કરવાનું હોય છે. જરૂર પડે ત્યારે દરિયાની સપાટી પર આવવાનું અને જરૂર પડયે ડૂબકી મારવાનું. આ કામ માટે તેમાં વધારાની પણ સાદી રચના હોય છે. સબમરિનમાં વિશાળ કદની ટાંકીઓ હોય છે. તેમાં હવા હોય છે. ટાંકી ખાલી હોય ત્યારે સબમરિન સપાટી પર તરે છે. જેમ જેમ પાણી ભરાય તેમ સબમરિનનું વજન વધે અને તે ડૂબવા લાગે. ઈચ્છિત ઊંડાઈએ પહોંચ્યા પછી પાણી ભરાવાનું બંધ કરાય છે. ટાંકીમાં કેટલું પાણી ભરવાથી કેટલી ઊંડાઈએ જવાય તેની ગણતરી કરી ચાર્ટ તૈયાર કરાય છે તેના આધારે સંચાલન થાય છે.

Tags :