મોન્ટુ સ્કૂલેથી પગ પછાડતો આવ્યો અને મોઢું ફુલાવીને બેસી ગયો. મમ્મીએ પૂછ્યું,
'બેટા, શું થયું?'
મોન્ટુ કહે, 'મમ્મી,
હું કાલથી સ્કૂલે નહીં જાઉં.'
મમ્મી કહે, 'પણ થયું છે શું
એ તો બોલ!'
મોન્ટુ કહે, 'મારી સ્કૂલના ટીચરો કન્ફ્યુઝ્ડ છે.
બાયોલોજીના ટીચર કહે છે કે સેલ એટલે કોષ.
ફિઝિક્સના ટીચર કહે છે કે
સેલ એટલે બેટરી.
હિસ્ટ્રીના સર કહે છે કે
સેલ એટલે જેલ.
અંગ્રેજીના ટીચર કહે છે કે
સેલ એટલે મોબાઇલ ફોન.
હવે જ્યારે મારા ટીચરોમાં જ એકતા નથી ને બધા એક શબ્દના જુદા જુદા અર્થ કરે છે તો સ્કૂલે જવાનો શું મતલબ?'
મમ્મી બેહોશ!
સન્તાના દાદાજી ગુજરી ગયા. એમની અંતિમયાત્રા નીકળી હતી. સૌ સ્મશાન જઈ રહ્યા હતા. રસ્તામાં બન્તા મળ્યો.
બન્તા કહેઃ 'તારા દાદાજી ખરેખર ગુજરી ગયા, શું?'
સન્તા કહે, 'ના રે ના, દાદાજીને એમ જ બજારમાં આંટો મરાવવા જઈ રહ્યા છીએ. કલાક-બે કલાકમાં પાછા ઘરે લઈ આવીશું. બોલ, તારા ઘરે મૂકી જાઉં? નોનસેન્સ!'


