Get The App

ફન ટાઈમ .

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
ફન ટાઈમ                                        . 1 - image


પપ્પા : જો પિન્ટુ, જો આ વખતે તું એક્ઝામમાં ફેઇલ થયો તો જોઈ લેજે. 

પિન્ટુ : શું જોઈ લઉં? 

પપ્પા : જો તું આ વખતે ફેઇલ થયો તો તું મને 'પપ્પા' કહેવાનો હક ગુમાવી દઈશ!

થોડા દિવસો પછી પિન્ટુની એક્ઝામનું પરિણામ આવ્યું. એ ઘરે આવ્યો ને એને જોતાં જ પપ્પા ઊભા થઈ ગયા. 

પપ્પા : બોલ, શું થયું? 

પિન્ટુ બે પળ ચુપ રહ્યો. પછી બોલ્યો: શું કહું તમને, ગિરધારીલાલ.... તમે પપ્પા હોવાનો હક ગુમાવી ચૂક્યા છો!

ટીચર : 'એણે કપડાં ધોયાં' અને 'એણે કપડાં ધોવા પડયાં' - રોનુ, બોલ. આ બન્ને વાક્યમાં શું ફર્ક છે? 

રોનુ : પહેલા વાક્ય પરથી લાગે છે કે માણસ અપરિણીત હશે અને બીજા વાક્ય પરથી લાગે છે કે માણસ મેરીડ હશે!

ફન ટાઈમ                                        . 2 - image

સાન્તા : લો! લાઇટ ગઈ...

બન્તા : લાઇટ ગઈ તો શું થઈ ગયું? બહુ ગરમી થઈ રહી હોત તો પંખો ચાલુ કર. 

સાન્તા : કરીને બેવકૂફ જેવી વાત? પંખો ચાલુ કરીશ તો મીણબત્તી બુઝાઈ નહીં જાય?


Tags :