વિજ્ઞાનનો પિરીયડ ચાલતો હતો. ટીચરે જોયું કે ચિંટુ ઝોકાં ખાઈ રહ્યો છે. ટીચર ગુસ્સે થઈ ગયા.
ટીચર: ચિંટુ, આ શું ચાલી
રહ્યું છે?
ચિંટુ: શું, સર?
ટીચર: તારું માથું થોડી થોડી વારે નીચે કેમ ઝુકી જાય છે?
ચિંટુ: કંઈ નહીં, સર. ગુરુત્વાકર્ષણનો નિયમ એનું કામ તો કરે જને!
રિંકી: મમ્મી, મારી કિંમત કેટલી?
મમ્મી: બેટા, તું તો મારી અબજો રુપિયાની વહાલી દીકરી છે.
રિંકી: તો એક કામ કર. એ અબજો રુપિયામાંથી મને સો રુપિયા આપ. મારે આઇસક્રીમ ખાવા જવું છે!
જ્યોતિષે રોમીનો હાથ જોયો. પછી કહે: બેટા, તું ખૂબ ભણીશ.
રોમીના પપ્પાએ ગુસ્સે થઈને
કહ્યું: સાતમા ધોરણમાં બે વર્ષથી ખૂબ ભણે છે. એમ કહો કે
પાસ ક્યારે થશે?


