Magazines
ફનટાઈમ .
By GS TEAM
27 Feb 20261 min read

એક વાર પપ્પુ હાંફતો હાંફતો
ઘરે આવ્યો.
મમ્મીઃ પપ્પુ, શું થયું? આટલો બધો કેમ હાંફે છે?
પપ્પુઃ મમ્મી, મારી પાછળ પચાસ-પચાસ સિંહ પડયા હતા. માંડ જીવ બચાવીને ભાગ્યો છું.
મમ્મીઃ અલ્યા, શહેરમાં સિંહ ક્યાંથી આવ્યા?
પપ્પુઃ (અચકાઈને) ના ના, મારી પાછળ પચાસ સિંહ નહીં, પચાસ કૂતરા પાછળ પડયા હતા.
મમ્મીઃ અરે પણ આપણી શેરીમાં એકસાથે પચાસ કૂતરા
આવ્યા ક્યાંથી?
પપ્પુઃ પચાસ નહીં,
એક જ કૂતરો હતો.
મમ્મીઃ એ કૂતરો તારી પાછળ દોડયો હતો?
પપ્પુઃ એ શું મારી પાછળ દોડવાનો? લંગડો તો
કૂતરો હતો.
મમ્મીએ કપાળ કૂટયું. પછી કહેઃ હે ભગવાન! આ તારી વાતને વધારી-વધારી કહેવાની આદતથી હું પરેશાન થઈ ગઈ છું!
રોમી એકવાર એક અંકલને કહે, 'અંકલ.. અંકલ... તમે બહુ જ મસ્ત લખો છો. તમારી લખાણની સ્ટાઇલ એકદમ બાદશાહ અકબરની જેવી જ છે.'
અંકલ કહે, 'પણ બાદશાહ અકબર તો અભણ હતો.'
રોમી કહે, 'એટલે તો કહું છું!'









