Get The App

ફનટાઈમ .

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

મોન્ટુ સ્કૂલેથી પગ પછાડતો આવ્યો અને મોઢું ફુલાવીને બેસી ગયો. મમ્મીએ પૂછ્યું, 

'બેટા, શું થયું?' 

મોન્ટુ કહે, 'મમ્મી, હું કાલથી સ્કૂલે નહીં જાઉં.' 

મમ્મી કહે, 'પણ થયું છે શું એ તો બોલ!' 

મોન્ટુ કહે, 'મારી સ્કૂલના ટીચરો કન્ફ્યુઝ્ડ છે. 

બાયોલોજીના ટીચર કહે છે કે સેલ એટલે કોષ. 

ફિઝિક્સના ટીચર કહે છે કે 

સેલ એટલે બેટરી. 

હિસ્ટ્રીના સર કહે છે કે 

સેલ એટલે જેલ.

અંગ્રેજીના ટીચર કહે છે કે 

સેલ એટલે મોબાઇલ ફોન.

હવે જ્યારે મારા ટીચરોમાં જ એકતા નથી ને બધા એક શબ્દના જુદા જુદા અર્થ કરે છે તો સ્કૂલે જવાનો શું મતલબ?'

મમ્મી બેહોશ!

હેન્ડરાઇટિંગની વાત કરીએ તો એક્ઝામની છેલ્લી પંદર મિનિટમાં બધા વિદ્યાર્થીઓના શરીરમાં ડોક્ટરનો આત્મા પ્રવેશી જતો હોય છે... 

આખો દિવસ મોબાઇલ મચડયા કરતી ચિંટુને જોઈને મમ્મીએ માથું પટક્યું, 'ઇન્ટરનેટ ફ્રી છે, તું નહીં! જા, લેસન કરવા બેસ!'