Get The App

ફનટાઈમ .

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

એક શાનદાર હોટલમાં જમી લીધા પછી બિલ જોઈને ઘરાકે મેનેજરને કહ્યું, 'સાતસો રૂપિયા?! શું એક જાતભાઈને જરાય ડિસ્કાઉન્ટ નહીં આપો?'

મેનેજરે પૂછયું, 'શું આપ કોઈ હોટલમાં કામ કરો છો?'

'જી, ના, હું ખિસ્સાકાતરું છું!' ઘરાકે ખુલાસો કર્યો. 

મુરખ - 'મેં એક એવી શોધ કરી છે કે લોકો દીવાલની આરપાર જોઈ શકશે.'

ડાહ્યો માણસ  - 'અરે વાહ! જોઉં તો ખરો તારી શોધ!'

મુરખ - 'આ જો... બારી!'

છોટુ સાઈડ પર કાર પાર્ક કરીને જલ્દીથી મેડિકલ સ્ટોર પહોંચ્યો ને દુકાનદારને કહ્યું, 'જલ્દી, હેડકી બંધ થાય એની કોઈ દવા આપોને.'

દુકાનદાર તરત કાઉન્ટર કૂદીને બહાર આવ્યો અને છોટુને એક જોરદાર લાફો ઝીંકી દેતાં કહ્યું,'મને લાગે છે હવે આપની હેડકી બંધ થઈ ગઈ હશે.'

છોટુએ ગાલ પંપાળતા કહ્યું, 'યાર, જોયા વગર જ ઝીંક્યા કરો છો. હેડકી તો સામેની કારમાં બેઠેલી મારી 

પત્નીને આવે છે.'